MALIYA (Miyana):માળીયા (મીં)ના નાનાદહીંસરા પાસે ઓરડીમાંથી ₹૬૬ હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

MALIYA (Miyana):માળીયા (મીં)ના નાનાદહીંસરા પાસે ઓરડીમાંથી ₹૬૬ હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
માળીયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાનાદહીંસરા ગામે રેલ્વે ફાટક સામેથી મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડી ₹૬૬,૧૦૫ની કિંમતનો ૧૧૭ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી LCB તથા પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વિજયભાઇ નારણભાઇ ચાવડા (રહે. શક્ત શનાળા, મોરબી) તથા હરેશભાઇ નરશીભાઇ બારોટ (રહે. રાજકોટ) બંને ભાગીદારીમાં પીપળીયા ચાર રસ્તાથી નવલખી જવાના રોડ પર નાનાદહીંસરા રેલ્વે ફાટક સામે આવેલ ડેલામાં સીમેન્ટના પતરાંવાળી ઓરડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂ રાખીને વેચાણ કરે છે.બાતમીના આધારે પોલીસે સદરી જગ્યા પર દરોડો પાડતા સ્થળ પરથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ (કિંમત રૂ. ૬૬,૧૦૫/-) નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી વિજયભાઇ ચાવડા અને હરેશભાઇ બારોટ વિરુદ્ધ માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









