MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana): ખનીજ માફિયાઓ પર ત્રાટકી રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમ: માળીયા મીયાણામાંથી 2.64 કરોડનો મુદ્દામાલ જપ્ત

 

MALIYA (Miyana): ખનીજ માફિયાઓ પર ત્રાટકી રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમ: માળીયા મીયાણામાંથી ₹2.64 કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લાના માળીયા મી. પો.સ્ટે. વિસ્તારના માળીયા-જામનગર હાઇ-વે પરના સરવડ ગામ પાસેથી રેતી ભરેલા આઇવા ડમ્પર (૧૦), રેતી ટન (૪૫૬) તથા માળીયા મી. ના હરીપર ગામે મચ્છુ નદીના કાંઠે ગેરકાયદેસર ખનીજ (રેતી) નુ ખનન કરતા ઇસમોને હિટાચી મસીન (૧), હુડકા-બોટ (ર) મળી કુલ રૂ.૨,૬૪,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.દરમ્યાન P.S.I. શ્રી બી.સી.મીયાત્રા તથા સ્ટાફના યોગેન્દ્રસિહ ચુડાસમા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, કુલદીપસિહ ચુડાસમા, રસીકભાઇ પટેલ, ફતેસિંહ પરમાર, વકારભાઇ આરબ નાઓને મળેલ ચોકકસ હિકકત આધારે મોરબી જિલ્લાના માળીયા મી. પો.સ્ટે. વિસ્તારના માળીયા-જામનગર હાઇ-વે પરના સરવડ ગામ પાસેથી ગેરકાયદેસર ખનીજ (રેતી) ભરેલા ડમ્પર કુલ – ૧૦ જેમાં (1) GJ36X5002 ડ્રા. ભાવેશભાઇ પાંચાભાઇ સોલંકી માલીક- પ્રતિકભાઇ દલીપભાઇ ચાદરા રહે. બંન્ને જામનગર ના ડમ્પરમાં ૪૫ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (2) GJ10TY5266 ડ્રા. જુનેશભાઇ સુમારભાઇ ખીચડી રહે.જોડીયા માલીક- ભાવીનસિહ દસુભા જાડેજા રહે. હાડાટોડા ના ડમ્પરમાં ૪૯ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (3) GJ1૦TY2102 ડ્રા. કરણ રહે.ધ્રોલ જામનગર માલીક- ભાવીનસિહ દસુભા જાડેજા રહે. હાડાટોડા ના ડમ્પરમાં ૪૮ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (4) GJ10AT5749 ડ્રા. મહેશસિહ રણજીતસિહ પરમાર રે.જામનગર માલીક- પરીશ્રમ એન્ટરપ્રાઇઝ જામનગર ના ડમ્પરમાં ૫૧ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (5) GJ10TY4005 ડ્રા. હારુનભાઇ અબ્દુલભાઇ છેર રહે. જામનગર માલીક- રાજુભાઇ પટેલ ના ડમ્પરમાં ૧૯ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (6) GJ10AT8163 ડ્રા. કલ્પેશભાઇ ડાયાભાઇ કટેસીયા રહે.જામનગર માલીક- ઇશ્વરભાઇ જેઠાલાલ કટેસીયા રહે.જામનગર ના ડમ્પરમાં ૪૯ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (7) GJ36X2003 ડ્રા. લાલજીભાઇ ગોરધનભાઇ પરમાર રહે. માથક માલીક- પીન્ટુભાઇ સીણાભાઇ ડાભી રહે.સુંદરીભવાની ના ડમ્પરમાં ૪૬ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (8) GJ38V8444 ડ્રા. નીજામ હબીબભાઇ સમા રહે.જામનગર માલીક-નરેન્દ્રસિહ કુવરસિહ ચાવડા રહે.જામનગર ના ડમ્પરમાં ૬૦ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (9) GJ10TX9003 ડ્રા. રજાક સુભાનભાઇ જેડા રહે. મોરબી માલીક- રુત્વીક અમુભાઇ ખીમાનીયા રહે.મોરબી ના ડમ્પરમાં ૪૬ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (10) GJ36T9259 ડ્રા. આવેશ હારીનભાઇ જામ રહે.માળીયા માલીક- અજય રમેશભાઇ મીયાત્રા રહે.મોરબી ના ડમ્પરમાં ૪૩ ટન રેતી મળી કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે તેમજ માળીયા મી.ના હરીપર ગામે મચ્છુ નદીના કાંઠેથી અમુક ઇસમો ગેરકાયદેસર (રેતી) નુ ખનન કરતા હોય જે જગ્યાએ તપાસ કરી ખાણ-ખનીજના અધિકારી સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએથી એક હીટાચી મસીન કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા બે(ર) હુડકા (બોટ) કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૪,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ખાણખનીજ ના અધિકારીશ્રીઓ દ્રારા આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ કસુરદારોને તથા મુદ્દામાલને માળીયા મી. પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!