MALIYA (Miyana) :માળિયા શહેરના વાગડિયા ઝાંપા નજીક હાઈવે ટચની સરકારી જગ્યામાં ખડકાયેલ દબાણો દુર કર્યા
MALIYA (Miyana) :માળિયા શહેરના વાગડિયા ઝાંપા નજીક હાઈવે ટચની સરકારી જગ્યામાં ખડકાયેલ દબાણો દુર કર્યા
માળિયાના રીઢા ગુનેગાર ફારૂક હબીબ જામ નામનો ઇસમ ૮ ગંભીર ગુના નોંધાયેલા છે હત્યા, રાયોટીંગ, લૂંટ અને પ્રોહીબીશન સહિતના ગુનામાં સંડોવાયેલ હોય તે આરોપી તેમજ અન્ય ઇસમોએ ખડકી દીધેલા ગેરકાયદે દબાણો દુર કર્યા હતા માળિયા નગરપાલિકાની જગ્યામાં ઉભી કરેલ ૧૨ દુકાનો આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવવામાં આવી હતી ૩ પીઆઈ, ૦૪ પીએસઆઈ અને ૬૦ જેટલા પોલીસ કર્મચારીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દુર કરવામાં આવ્યા હતા
નગરપાલિકાની જગ્યામાં ઉભી કરેલ વાગડિયા ઝાપા નજીકની ૧૨ દુકાનો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું તે ઉપરાંત ૩૨ જેટલા અન્ય કાચા પાકા દબાણો મળીને કુલ ૪૪ દબાણો હટાવવામાં આવ્યા હતા તેમજ રીઢા ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવા સંકેત પણ ડીવાયએસપી સમીર સારડાએ આપ્યા છે