MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana): માળિયા તાલુકાનો સાગર ડેમ સંપૂર્ણ રીપેર થશે
MALIYA (Miyana): માળિયા તાલુકાનો સાગર ડેમ સંપૂર્ણ રીપેર થશે
માળિયા (મિયાણા) : બે દાયકા પહેલા માળિયા તાલુકામાં વેણાસર-કુંભારીયા અને આસપાસના વોંકળાનું વરસાદી પાણી સમુદ્રમાં વહી જતું અટકાવવા વન વિભાગ દ્વારા સાગર ડેમ બનાવવામાં આવ્યો હતો. જેને લઈને ખેડૂતોને પણ ફાયદો થયો અને સમુદ્રની ખારાશ પણ આગળ વધતા અટક્યું હતું. કાળક્રમે સાગર ડેમ બિસ્માર હાલતમાં થતા ઉપયોગમાં આવતો ન હતો. ત્યારે હવે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતથી આ સાગર ડેમ અંદાજે રૂ. 2 કરોડના ખર્ચે સંપૂર્ણપણે રીપેર કરવામાં આવશે. જેને લઈને પુનઃ વિપુલ જથ્થામાં પાણી સંગ્રહ થશે. સાગર ડેમના પુનઃ નિર્માણના નિર્ણયથી વેણાસર-કુંભારીયા તથા આસપાસના ગામોમાં આનંદની લાગણી વ્યપી ગઈ છે.