દાહોદ જિલ્લાના લીમડીમાં મામલતદાર કચેરી સામે પત્રકાર પર લોકોના ટોળાનો હુમલો, ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ
AJAY SANSIJune 17, 2026Last Updated: June 17, 2026
10 1 minute read
તા.૧૭.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના લીમડીમાં મામલતદાર કચેરી સામે પત્રકાર પર લોકોના ટોળાનો હુમલો, ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ
દાહોદ જિલ્લાના લીમડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લીમડી તાલુકા પંચાયત મામલતદાર કચેરીની બિલકુલ સામે જ એક સ્થાનિક પત્રકાર પર હુમલો કરાતા પત્રકાર જગતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.હુમલાનો ભોગ બનનાર: પત્રકાર હિતેશભાઈ પ્રજાપતિ ને શરીરે ઈજાઓ થવા પામી છે જેમાં લીમડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ વિજય ભાઈ ઉર્ફે ભોળાભાઈ, ડેપ્યુટી સરપંચ કુલદીપ મોરી તથા રાજુભાઈ માળી.સાથે ઉપરોક્ત આગેવાનો સહિત લોકોની આખી ‘ઢોલકી’ (જૂથ) બનાવીને પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો.હાલ સ્થાનિક પત્રકાર દાહોદ ના ઝાયડસ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે મળતી માહિતી મુજબ, આ જીવલેણ હુમલામાં પત્રકાર હિતેશભાઈ પ્રજાપતિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ તેમને તાત્કાલિક અસરથી દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.સરકારી કચેરીની સામે જ આ પ્રકારે પત્રકાર પર જાહેરમાં થયેલા હુમલાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની કાયદો-વ્યવસ્થા જાળવવાની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક પત્રકારો દ્વારા આ મામલે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.
«
Prev
1
/
168
Next
»
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય