MALIYA (Miyana):માળીયા (મી.)ના બગસરા ગામે ઓવરલોડ ડમફરો અને મીઠા ઉદ્યોગના ત્રાસ વિરુદ્ધ કાર્યવાહી કરવા તંત્રને લેખિતમાં રજૂઆત
માળીયા (મી.)ના બગસરા ગામે ઓવરલોડ ડમફરો અને મીઠા ઉદ્યોગના ત્રાસ વિરુદ્ધ કાર્યવાહી કરવા તંત્ર ને લેખિતમાં રજૂઆત
જાણવા મળતી માહિતી અનુસાર માળીયા મી તાલુકાના બગસરા ગામ ની ગોચર ની જમીન અને સરકારી પડતર ખરાબાની જમીન સર્વ નંબર 169 પૈકી 14 અને સર્વ નંબર 56 અને સર્વ નંબર 169 પૈકી 17 વાળી જમીન આવેલી છે અને દરીયાકાંઠે મીઠાં ઉધોગપતિ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે આવી જમીન પર કાચા મેટલ વાળા રસ્તા બનાવી ને તેમના અથવા ભાળા કરતા ડમફરો બે ફામ અને તાલપત્રી વગર મીઠું ભરીને ચાલતા જેથી સ્થાનિક ગામ લોકો ના નાના વાહનો માં કોઈ જાન હાની થસે તો જવાબદારી કોની ? તેવા સવાલો ઉભા થયા છે અને ખેડૂતો અને પશુપાલકો માં ભારે રોષ ફેલાયો છે અને તે દિશામાં તંત્ર ને આ વિસે અનેક રજૂઆતો કરી હતી પણ મીલીભગત થી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ગામ પંચાયત ના સરપંચે એક વધુ રજુઆત કરી છે અમારા વિસ્તારમાં મીઠા ઉદ્યોગપતિ તમામ તેમની મનમાની કરી ને અને કોઈ ની પરવાનગી વગર ગમે ત્યાં અને તેમને મજા આવે ત્યાં રસ્તા બનાવી ને ગામ ની ગોચર ની જમીન પર રસ્તા બનાવી ને તમામ જમીન ખારાસ કરી રહ્યા છે અને ઠેર ઠેર પોતાના ભારે વાહનો થી મીઠું રસ્તા પર ઢોળતા જાઈ છે જેથી તમામ જમીન બંજર બની ગઈ છે અને સ્વાસ્થ્ય માટે વાતા વરણ ડમરી ભર્યું બની છે જેથી આજ રોજ જીલ્લા વહીવટી તંત્ર ને ગામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી