GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના વિકાસકામોની સમીક્ષા બેઠક યોજતા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા

MORBI:મોરબી જિલ્લાના વિકાસકામોની સમીક્ષા બેઠક યોજતા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા

 

 

 

આપત્તિની પરિસ્થિતિમાં સરકારી સેવાઓ અને સાધનોની સક્રિયતા, પ્રિમોન્સુન કામગીરીમાં પ્રભારી સચિરે આપ્યુ માર્ગદર્શન

મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનિષા ચંદ્રાએ મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે દુશ્મન દેશના હુમલા કે યુદ્ધ સમયે સિવિલ ડિફેન્સની ૧૨ સેવાઓની સક્રિયતા અને સાધનોની સુનિશ્ચિતતા તથા જિલ્લામાં ચાલી રહેલ વિવિધ અભિયાન, વિકાસકામો અને યોજનાઓના અમલીકરણ અને સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

બેઠક અન્વયે પ્રભારી સચિવશ્રી દ્વારા સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ કેચ ધ રૈન સહિત થયેલા કામો, પીએમ કિસાન યોજના અન્વયે ફાર્મર રજીસ્ટ્રી, પાણી પુરવઠા વિભાગ હેઠળના પાણીના પ્રશ્નો, મચ્છુ-૨ ડેમના ગેટના રીપેરીંગની કામગીરી, NFSA યોજના હેઠળ ઈ-કેવાયસીની કામગીરી, કમોસમી વરસાદના પગલે થયેલ નુકસાન, પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે વિવિધ તૈયારીઓ અને ગટર, પાણીના કુદરતી નિકાલ તેમજ રોડ સાઈડની સફાઈ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી.

વધુમાં મોકડ્રીલ તેમજ સિવિલ ડિફેન્સ અંતર્ગતની કામગીરી, મોકડ્રીલ દરમિયાન રિસ્પોન્સ ટાઈમ, હોટલાઈન તથા સેટેલાઈટ ફોન જેવા કોમ્યુનિકેશનના સાધનોની સક્રિયતા તેમજ સિવિલ ડિફેન્સની વિવિધ ૧૨ સેવાઓના નોડલની નિમણૂંક સહિતના મુદ્દાઓ અંગે પ્રભારી સચિવશ્રીએ ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત તેમણે અધિકારીશ્રીઓને કોઈપણ કામગીરીમાં ગુણવત્તાને વધુ મહત્વ આપી પરિણામલક્ષી કામગીરી કરવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ તથા વિવિધ વિભાગના વડાઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!