MORBIMORBI CITY / TALUKO

MORBI‘રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના ‘મોડલ રોડ’ (નાની કેનાલ રોડ) ની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી

 

MORBI‘રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના ‘મોડલ રોડ’ (નાની કેનાલ રોડ) ની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી

મંત્રીશ્રીએ સ્થળ પર તલસ્પર્શી નિરીક્ષણ કરી કામગીરી ગુણવત્તાસભર અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓ-કોન્ટ્રાક્ટરને સૂચના આપી

સ્થાનિક રજૂઆતો સાંભળી પ્રશ્નોના તાકીદે નિવારણ બાબતે લોકો સાથે મંત્રીશ્રીએ સંવાદ સાધ્યો

મોરબી શહેરના માળખાકીય વિકાસ અને જાહેર સુવિધાઓના કામોને વેગ આપવા માટે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી મહાનગરપાલિકા ના પ્રગતિ હેઠળના મોડલ રોડ (નાની કેનાલ રોડ) ની આકસ્મિક મુલાકાત લઈ સઘન સમીક્ષા કરવામાં આવી હતી.

 

મંત્રીશ્રીએ વિકાસ કાર્યના સ્થળ પર રૂબરૂ જઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં ઉપસ્થિત મહાનગરપાલિકાના ઇજનેરો, ઉચ્ચ અધિકારીઓ તથા સંબંધિત કોન્ટ્રાક્ટર સાથે ટેકનિકલ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. મંત્રીશ્રીએ નગરજનોની સુવિધા માટે આ મોડલ રોડનું નિર્માણ કાર્ય સંપૂર્ણ ગુણવત્તાસભર રાખવા તેમજ તેને નિયત સમયમર્યાદામાં અચૂક પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.

 

મંત્રીશ્રીએ સ્થાનિક નાગરિકો સાથે અત્યંત સાહજિક સંવાદ સાધીને ઓન-ધ-સ્પોટ તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા, તેમજ લોકહિતના આ પ્રશ્નોનું વહીવટી સ્તરેથી તાકીદે નિવારણ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીની સાથે મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમ સુરાણી, મહાનગરપાલિકાના કમિશનર શ્રી સંગીતા રૈયાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા, નાયબ કમિશનર શ્રી સંજય સોની તેમજ સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, મહાનગરપાલિકાની ટેકનિકલ ટીમ, વહીવટી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!