MORBI:જાણો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વધુ એક સિદ્ધિ
MORBI:જાણો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વધુ એક સિદ્ધિ
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળા સવિતા રામજીભાઈ હડિયલ બાલાચડી સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષામાં અવલ્લ દરજે ઉત્તીર્ણ
સવિતા રામજીભાઈ હડિયલે ધો.પાંચના હજારો વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષામાં 300 માંથી 236 માર્ક સાથે સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર,ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેમ કે બાળાઓ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણની તાલીમ, એડોલેશન પ્રોગ્રામ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, વોકેશનલ ટ્રેનિંગ, મેડિકલ એસેસેમેન્ટ,રંગોત્સવ, રમતોત્સવ,એક્સપોઝર વિઝીટ, ટ્વીનિંગ પ્રોગ્રામ, એક ભારત શ્રેષ્ઠ ભારત,સાયન્સ સર્કલ,મેથ સર્કલ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, સાથે સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એંટર્સ ટેસ્ટ, જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા,ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નૅશનલ મિન્સ મેરેટી સ્કોલરશીપ એકઝામ,સૈનિક સ્કૂલ માટેની એંટર્સ એક્ઝામ વગેરે પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ હોંશભેર ભાગ લે છે,જેમાં આ વર્ષે ધોરણ પાંચમા લેવાતી સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં આ શાળાની તેજસ્વી બાળા સવિતા રામજીભાઈ હડિયલે 309 માર્કમાંથી 236 માર્ક પ્રાપ્ત કરીને સૈનિક સ્કૂલની પરીક્ષામાં અવલ્લ દરજે ઉત્તીર્ણ થઈ શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવેલ છે, શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ સવિતા તથા એમના પરિવારને ધન્યવાદ પાઠવેલ છે,