GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સામાકાંઠે રામધન આશ્રમમાં નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ.યોજાશે

MORBI:મોરબીમાં સામાકાંઠે રામધન આશ્રમમાં નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ.યોજાશે

મોરબીમાં સામાકાંઠે ગોપાલ સોસાયટીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર દ્વારા રામધન આશ્રમમાં તારીખ ૧૬,જુન ૨૦૨૪,રવિવાર ના રોજ નિ:શુલ્ક ફિઝિયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત) માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે.
નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે.

(૧) હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ).(૨) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે (૩) સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ(૪) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો.(૫) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો (૬) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ (૭) ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે (૮) બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ.
૯) તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર તારીખ:-૧૬,જુન ૨૦૨૪,રવિવાર
સમય :-સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ સ્થળ :-રામધન આશ્રમ, સામાકાંઠે, મોરબી નોંધ : આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. ૮૧૬૦૨૮૨૪૫૬ નંબર પર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. (જુના રીપોર્ટસ સાથે લાવવા) કાયમી સરનામું :બ્રાંચ ૧:સંસ્કારધામ ઈમેજીંગ સેન્ટર(બીજો માળ), જી.આઈ.ડી.સી.શનાળા રોડ,મોરબી.બ્રાંચ ૨ :વીએનસી કોમ્પલેક્ષ, શોપ ૨૦૮/૯, ગોપાલ સોસાયટી, મહારાણા પ્રતાપ રોડ,સામાકાંઠે, મોરબી મો. ૮૧૬૦૨૮૨૪૫૬.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button