GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પાડી તંત્રને આપ્યું આવેદન.

MORBI:મોરબીમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પાડી તંત્રને આપ્યું આવેદન..

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્રને ઓચિંતા જ ફાયર સેફ્ટીના નિયમો યાદ આવ્યા હતા મોરબીમાં વર્ષોથી ચાલી રહેલી લાલીયાવાડી બાદ આખરે ફાયર એનઓસી માટે તંત્ર સજાગ બન્યું છે અને તાજેતરમાં શાળાઓ શરુ થઇ છે ત્યારે સ્કૂલ વાહનોના ચેકિંગ કરવામાં આવતા વાહનચાલકોએ આજે કલેકટરને આવેદન પાઠવી નિયમોની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમય આપવામાં આવે તેવી માંગ કરી છે

oplus_0

મોરબીના સ્કૂલ વાહનચાલકો દ્વારા આવેદન પાઠવી જણાવ્યું છે કે શાળા પરિવહન ડ્રાઈવર અને ખાનગી શાળા પરિવહન સંચાલકો વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારી માટે નિયમોનું પાલન કરવાના મહત્વ અને જરૂરિયાતને સ્વીકારીએ છીએ જોકે તમામ જરૂરી કાનૂની ઔપચારિકતાને પૂર્ણ કરવા માટે આપવામાં આવેલ સમય મર્યાદા અપૂરતી સાબિત થઇ છે ટ્રાફિક પોલીસ દ્વારા કડક અમલીકરણને કારણે મુશ્કેલ સ્થિતિ નિર્માણ પામી છે જે ભારે દંડ વસુલવામાં આવે ચેહ તે સામાન્ય કરતા નોંધપાત્ર રીતે વધારે છે જેના કારણે વાહનચાલકો પર નાણાકીય ભારણ પડે છે ફાયર સેફટી સીલીન્ડર વિક્રેતાઓએ પણ ભાવમાં વધારો કરવાનું શરુ કર્યું છે જેથી બોજ વધી રહ્યો છે

oplus_0

જેથી વાહનચાલકો પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વિસ્તરણની માંગ કરી રહ્યા છે શાળા પરિવહન સેવાઓ પર આધાર રાખતા વાલીઓ માટે નોંધપાત્ર વિક્ષેપ ઉભો કર્યો છે શાળામાં હાજરી આપવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલ વિદ્યાર્થીઓને પ્રતિકુળ અસર કરી છે ટેક્સી પાસીંગ માટે શાળા તરફથી તેમના લેટર હેડ પર લેખિતમાં આપવામાં આવ્યું નથી વાન ચાલકોને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવવાનું હોય જેથી વાન દીઠ ૧૪ વિદ્યાર્થીઓ રાખવાની મંજુરી આપવા માંગ કરી છે સ્કૂલ વાહનચાલકો નિયમોનું પાલન કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવાનું જણાવી તમામ કાનૂની પ્રક્રિયાઓ યોગ્ય રીતે અને સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ છે તેની ખાતરી કરવા માટે વધારાના સમયની જરૂર છે જે સમયગાળા દરમિયાન અધિકારીઓ સહકાર આપે તેવી અપીલ કરી છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button