GUJARATMORBIMORBI CITY / TALUKO

Morbi:મોરબી ખાતે ‘વિશ્વ રક્ત દાતા દિવસ’ની ઉજવણી અનુસંધાને અધિકારીશ્રીઓ દ્વારા શપથ લેવાયા

Morbi:મોરબી ખાતે ‘વિશ્વ રક્ત દાતા દિવસ’ની ઉજવણી અનુસંધાને અધિકારીશ્રીઓ દ્વારા શપથ લેવાયા

રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કરવા અને સ્વૈચ્છિક રક્તદાનને મહત્વ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું

૧૪ મી જૂન ‘વિશ્વ રક્ત દાતા દિવસ’ની ઉજવણી અનુસંધાને સ્વૈચ્છિક રક્તદાનને મહત્વ આપવા તેમજ રક્ત દાતાઓને પ્રોત્સાહિત કરવા બાબતે મોરબી જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીના ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે સર્વે અધિકારીશ્રી દ્વારા રક્તદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.

દર વર્ષે ૧૪મી જૂનના રોજ ‘World Blood Donor Day’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘વિશ્વ રક્ત દાતા દિવસ’ની ઉજવણી માટે ‘20 Years Of Celebrating Giving Thank You, Blood Donors’ થીમ બનાવવામાં આવી છે. ત્યારે રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કરવા તેમજ રક્તદાન માટે સ્વૈચ્છિક રક્તદાનને મહત્વ આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે તમામ સરકારી કચેરીઓમાં સંકલ્પ લેવા માટેના કાર્યક્રમોની સમાંતર મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પણ સંકલ્પ લેવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button