GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા કક્ષા સ્વાતંત્ર્ય પર્વમાં લોકસાહિત્યકાર અશ્વિન બરાસરા નું વિશેષ સન્માન કરાયું

MORBI:મોરબી જિલ્લા કક્ષા સ્વાતંત્ર્ય પર્વમાં લોકસાહિત્યકાર અશ્વિન બરાસરા નું વિશેષ સન્માન કરાયું

મોરબી જિલ્લા કક્ષાના ૮૦ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માળીયા તાલુકાના મોટા દહીંસરા મુકામે કરવામાં આવીહતી જેમાં નીષઠા સમર્પણ અને સેવાભાવ થકી રાષ્ટ્ર સેવા માટે વિશેષ્ટ પ્રશસંનીય કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગા, જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા હતા જે અંતર્ગત મોરબીના લોકસાહિત્યકાર અશ્વિનભાઇ બરાસરા ની સાહિત્ય સંગીત ક્ષેત્રે મેળવેલ વિશેષ્ટ સિદ્ધિઓ અને તેના જતન માટે હંમેશા કાર્યરત કામગીરી ને ધ્યાનમાં લઈને તેઓને સન્માનિત કરાયા હતા.

ઉલ્લેખનીય છેકે તેઓ સાહિત્ય ક્ષેત્રની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ આવેલા છે તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટ્યકાદમીદ્વારા સન્માનિત થયેલા છે અતુલ્ય વારસો આયડેન્ટી એવૉર્ડ, પેન એવૉર્ડ જિલ્લા વિશેષ્ટ યુવા પ્રતિભા જેવા અનેક સન્માનોથી સન્માનિત થયેલા છે અને સરકાર માન્ય કલાકાર તરીકેની ઓળખ ધરાવે છે તેમજ રાજ્ય સરકારના યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે યોજાતી યુવા ઉત્સવ, કલા મહાકુંભ, બાળપ્રતિભા, ઉમંગ ઉત્સવ, ટેલેન્ટ હંટ સ્પર્ધા, તેમજ શિક્ષણ વિભાગ દ્વારા યોજાતી કલા ઉત્સવ સ્પર્ધાઓમાં તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજ્યકક્ષા સુધીની વિવિધ સાહિત્ય સંગીત સ્પર્ધાઓમાં એક તટસ્થ અને નિષ્પક્ષ નિર્ણાયક તરીકેની કામગીરી માટે આગવી ઓળખ ધરાવે છે ઉપરોક્ત તેમની વિશેષ્ટ સિદ્ધિઓ અને કામગીરીને ધ્યાનમાં લઈને તેઓને સન્માનિત કરાયા હતા.

Back to top button
error: Content is protected !!