MORBI:મોરબી રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલ મધુસૃષ્ટિ સોસાયટીના રહેણાંક મકાનમાં રેડ કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂ અને બીયર સહીત કુલ રૂ ૪૦,૨૪૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘૂટું રોડ પર મધુસૃષ્ટિ સોસાયટીમાં રહેતા આરોપી દીક્ષિત વ્રજલાલ દુદકીયાના મકાનમાં ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૦૦ કીમત રૂ ૩૭,૪૪૦ તેમજ બીયરના ટીન અને કાચની બોટલ નંગ ૨૮ કીમત રૂ ૨૮૦૦ સહીત કુલ દારૂ-બિયરની બોટલ નંગ ૧૦૮ કીમત રૂ ૪૦,૨૪૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી દીક્ષિત દુદકીયાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel