MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખત્રીવાડમાં ખૂંટિયાઓનો આતંક: આંગણવાડી જતા ભૂલકાંઓ અને વૃદ્ધોના જીવ જોખમમાં

 

MORBI:મોરબીના ખત્રીવાડમાં ખૂંટિયાઓનો આતંક: આંગણવાડી જતા ભૂલકાંઓ અને વૃદ્ધોના જીવ જોખમમાં

 

મોરબી શહેરના ખત્રીવાડ વિસ્તારમાં આવેલી આંગણવાડી પાસે છેલ્લા કેટલાક સમયથી રખડતા ખૂંટિયાઓનો ભયંકર ત્રાસ જોવા મળી રહ્યો છે. રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા આ પશુઓને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે.
​ખાસ કરીને આંગણવાડીમાં આવતા નાના બાળકો અને તેમને તેડવા-મૂકવા આવતા વૃદ્ધો માટે આ સ્થિતિ ખૂબ જ જોખમી બની છે. ખૂંટિયાઓના ડરને કારણે વડીલો હવે બાળકોને આંગણવાડીએ મોકલવા કે તેડવા જવાની પણ ના પાડી રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં.

Back to top button
error: Content is protected !!