MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)માળિયા મિયાણામાં પોલીસે બંધ ઓરડીમાંથી રૂ.2.26 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

 

 

MALIYA (Miyana)માળિયા મિયાણામાં પોલીસે બંધ ઓરડીમાંથી ₹2.26 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

 

​માળિયા મિયાણા: મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ માળિયા મિયાણાના વાડા વિસ્તારમાં દરોડો પાડી એક બંધ ઓરડીમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસ રેડ દરમિયાન મુખ્ય આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.



​મોરબી LCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વાડા વિસ્તારમાં રહેતો સિરાજ કરીમભાઈ સંતવાણી નામનો શખ્સ પોતાની માલિકીની એક બંધ ઓરડીમાં ગેરકાયદેસર રીતે દારૂનો સંગ્રહ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડ્યો હતો.​તલાશી દરમિયાન બંધ ઓરડીમાંથી વેચાણના ઈરાદે રાખવામાં આવેલી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી:​કુલ બોટલ: 207 નંગ ​કુલ કિંમત: ₹2,26,700 ​જ્યારે પોલીસની ટીમે દરોડો પાડ્યો ત્યારે આરોપી સિરાજ સંતવાણી સ્થળ પર હાજર મળી આવ્યો નહોતો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી, આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!