JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર શહેર કક્ષાની પ્રતિભા શોધ સ્પર્ધામાં શાળા નં-૧૮ ના બાળ કલાકારોએ પ્રતિભા દેખાડી

 

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તક કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ – ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જામનગર દ્વારા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા- જામનગર શહેર કક્ષાએ શાળા નં-૧૮ જામનગરના ૧૧ બાળ કલાકારોએ શહેર કક્ષાએ વિભાગ-  અ માં વકતૃત્વ -ખુશી ડેર, નિબંધ -સ્વરા માઢક, એકપાત્રીય અભિનય -વૃષ્ટિ રોલા, ચિત્રકલા-ખુશાલી ભાટુ અને વિભાગ – બ માં વકતૃત્વ -દેવાંશી પાગડા, નિબંધ-બિંદિયા ખરા, ચિત્રકલા -માહી સોંદરવા, એકપાત્રીય અભિનય -રૂહી મગરા તેમજ ખુલ્લો વિભાગમાં દોહા છંદ ચોપાઇ-મેઘના લિંબડ, લોકવાર્તા-બિંદિયા ખરા, લોકગીત-નિયતિ પરેશા, ભજન-દૃષ્ટિ ધારવિયાએ પ્રતિભાશાળી પ્રદર્શન કર્યુ હતું. વિજેતા થનાર બાળકો સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ જામનગર શહેરનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં  રંજનબેન નકુમ, નીતાબેન ભાલોડિયા, હિરલબેન પંડ્યા, મોતિબેન કારેથા, પરિતાબેન કુંડાલિયા, તરુણાબેન પરમાર, રીનાબેન દેસાણી, બિંદુબેન પટેલ, જયેશભાઇ દલસાણિયાએ વિવિધ સ્પર્ધામાં માર્ગદર્શન આપ્યું હતું. શાળાનાં આ બાળ સ્પર્ધકો, માર્ગદર્શકો અને કન્વીનરોને શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા પરીવાર, મુખ્ય શિક્ષક દિપક પાગડા અને સી.આર.સી. કો. સમીરાબેન જિવાણીએ આભારસહ અભિનંદન પાઠવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!