GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:4200 ગ્રેડ પેની માંગ સાથે મોરબી જિલ્લાના ધોરણ 6 થી 8ના શિક્ષકોનું સ્નેહમિલન યોજાયું

 

MORBI:4200 ગ્રેડ પેની માંગ સાથે મોરબી જિલ્લાના ધોરણ 6 થી 8ના શિક્ષકોનું સ્નેહમિલન યોજાયું

 

મોરબી જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8માં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા 4200 ગ્રેડ પે ની લાંબા સમયથી ચાલી રહેલી માંગને વધુ સશક્ત બનાવવા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોની રજૂઆતને રાજ્ય કક્ષા સુધી પહોંચાડવાના હેતુથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોને વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત ધોરણ 6 થી 8ના શિક્ષકોને 4200 ગ્રેડ પે મળવો જોઈએ તે અંગે પોતાના અભિપ્રાયો અને રજૂઆતો સંઘના હોદ્દેદારો સમક્ષ રજૂ કરી હતી. હોદ્દેદારોએ શિક્ષકોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી, તેને રાજ્ય કક્ષાએ યોગ્ય રીતે રજૂ કરવાની અને સંબંધિત મંચો સુધી પહોંચાડવા માટે સકારાત્મક પ્રયાસો કરવાની ખાતરી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે શિક્ષકો અને સંઘના હોદ્દેદારો વચ્ચે આગામી સમયમાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ યોગ્ય અને સુનિયોજિત કાર્યક્રમો દ્વારા આ માંગને વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષક એકતા, સંકલન અને પરસ્પર સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત શિક્ષકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે તેમની વાજબી માંગને રાજ્ય કક્ષાએ યોગ્ય રજૂઆત મળશે અને સરકાર દ્વારા આ અંગે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!