ગરબાડા તાલુકાના દેવધા ગામે અર્ટિગા કારના ચાલકે બે બાઇક ચાલકોને અડફેટે લેતા બંને ચાલકોના કરૂણ મોત;કાર ચાલક ફરાર.
AJAY SANSIJanuary 24, 2025Last Updated: January 24, 2025
3 1 minute read
તા.૨૪.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકાના દેવધા ગામે અર્ટિગા કારના ચાલકે બે બાઇક ચાલકોને અડફેટે લેતા બંને ચાલકોના કરૂણ મોત;કાર ચાલક ફરાર.
દેવધા નાળા પાસે બાઈકને ટક્કર મારી ભાગી જતા કાર ચાલકે ખાન નદી પાસે સામેથી આવતી અન્ય એક બાઈકને અડફેટે લેતા બંને મોટર સાયકલ ચાલક ના મોત નીપજ્યા પ્રાપ્ત માહિત અનુસાર ગતરોજ આશરે સાંજના ૭ વાગ્યા ના સમયે દાહોદ ના છાપરી પટેલ ફળિયા ખાતે રહેતો જયેશભાઈ કેશુભાઈ પરમાર ગરબાડા થી પોતાના ઘર તરફ બાઈક લઈ જઈ રહ્યો હતો ત્યારે દાહોદ અલીરાજપુર હાઇવે પર દેવધા ગામે નાળા પાસે જીજે.૨૦.સી.એ ૫૯૧૦ નંબરની અર્ટિગા કારના ડ્રાઈવરે તેની ગાડી પૂર ઝડપે અને ગફલત રીતે હંકારી બાઈકને પાછળથી ટક્કર મારી ઢસડી જતા ચાલકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ કાર ચાલક અકસ્માત કરી ભાગી જઈ રહ્યો હતો ત્યારે મહિન્દ્રા શોરૂમ પર કામ કરી ઘરે પરત ફરતા પાંચવાડા ગામના સંજય રાજુ ચૌહાણની બાઈકને સામેથી ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોચતા તેનું પણ મોત નીપજ્યું હતું.ત્યારે અકસ્માત કરનાર કાર ચાલક ફરાર થઈ ગયો હતો આ સંદર્ભે ગરબાડા પોલીસે કાર ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Sorry, there was a YouTube error.
AJAY SANSIJanuary 24, 2025Last Updated: January 24, 2025