MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી જિલ્લામાં ફરી એક જમીન કૌભાંડ, અધિકારીઓની મિલી ભગત ? કે લાપરવાહી !!!

 

MORBI મોરબી જિલ્લામાં ફરી એક જમીન કૌભાંડ, અધિકારીઓની મિલી ભગત ? કે લાપરવાહી !!!

મોરબી તાલુકાના માનસર ગામેથી કરોડોની કિંમતની અંદાજિત ૮ વીઘા જમીનમાં ખોટા દસ્તાવેજોના આધારે વારસાઈ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. માનસર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૨૩૯ પૈકી ૧ અને ખાતા નંબર ૧૪૧ વાળી કરોડોની જમીનમાંથી એક કાયદેસરના વારસદારનું નામ ચાલાકીપૂર્વક ગાયબ કરી દેવામાં આવ્યું.?

મળતી સત્તાવાર માહિતી મુજબ, આ વિવાદિત જમીનમાં ખરેખર ૦૫ (પાંચ) કાયદેસરના વારસદારો છે, જેના સમર્થનમાં ૦૫ નામ દર્શાવતું મૂળ સોગંદનામું પણ અસ્તિત્વમાં છે. પરંતુ મોરબી મામલતદાર કચેરીમાં વારસાઈ એન્ટ્રી મેળવવા માટે જે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા, તેમાં મોટો ખેલ પાડીને ફક્ત ૦૪ (ચાર) નામોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે, જો મૂળ સોગંદનામામાં ૫ વારસદારોના નામ હોય, તો મામલતદાર કચેરીમાં રજૂ કરાયેલા કાગળોમાં એક નામ કઈ રીતે ગાયબ થઈ ગયું? આ સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખી કરોડોની જમીન હડપ કરવાનું મોટું ષડયંત્ર હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.સ્વ.લીલાવંતીબેનનું નામ જાણીજોઈને કમી કરાયું!

આ જમીનના કાયદેસરના ૦૫ વારસદારો જેમાં ૧. મોતીબેન પરસોતમભાઈ તારપરા – ૨. વાસુદેવભાઈ પરસોતમભાઈ તારપરા – ૩. શાંતિલાલ પરસોતમભાઈ તારપરા – ૪. કંચનબેન પરસોતમભાઈ તારપરા – ૫. સ્વ. લીલાવંતીબેન પરસોતમભાઈ તારપરા

પરંતુ મોરબી મામલતદાર કચેરીમાં વારસાઈ એન્ટ્રી માટે જે બોગસ સોગંદનામું રજૂ કરાયું, તેમાં સ્વ. લીલાવંતીબેન પરસોતમભાઈ તારપરાનું નામ જાણીજોઈને દર્શાવવામાં આવ્યું નથી. માત્ર શરૂઆતના ચાર વારસદારોના નામે જ વારસાઈ મંજૂર કરાવી લેવાની પેરવી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ઊંડી તપાસ થાય તો મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા આ કૌભાંડ આચરવા માટે ખોટા સોગંદનામાં, વારસાઈ આંબો (પેઢીનામું) અને વારસાઈ એન્ટ્રી મેળવવા માટેની અરજી સહિતના તદ્દન ખોટા અને બોગસ ડોક્યુમેન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે ત્યારે જનતામાં અનેક સવાલો ઊઠી રહ્યા છે:આ બોગસ ડોક્યુમેન્ટ્સ કયા વારસદારે અને કયા બદઇરાદાથી તૈયાર કરાવ્યા?

કયા વકીલ દ્વારા આ આખી શંકાસ્પદ પ્રક્રિયા કરવામાં આવી?કયા નોટરીએ સહી-સિક્કા કરીને આ ખોટા દસ્તાવેજોને પ્રમાણિત કર્યા?

વધુ ખુલાસો આગામી અંકમાં..આ તમામ બાબતો અંગે જો તટસ્થ અને ઊંડી તપાસ થાય તો મોરબી જિલ્લાનું એક મોટું જમીન કૌભાંડ રેકેટ બહાર આવી શકે તેમ છે.હાલ આ મામલે પ્રાથમિક વિગતો અને સજ્જડ પુરાવા સામે આવ્યા છે, જે અંગે વધુ વિગતો મેળવીને આગામી અંકમાં સવિસ્તાર ખુલાસો પ્રસિદ્ધ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!