MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ૧૫ જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં ભારે નુકસાની! ખેડૂતો નો અવાજ કોઈ સાંભળતું નથી!

 

MORBI મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ૧૫ જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં ભારે નુકસાની! ખેડૂતો નો અવાજ કોઈ સાંભળતું નથી!

રીપોર્ટ શ્રીકાંત પટેલ વાત્સલ્ય સમાચાર-મોરબી

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ માહાપાલિકા હસ્તકનાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ કરવામાં આવે છે તે પાણી ત્યાં તળાવમાં છોડવામાં આવે છે તે તળાવનો એક બાજુનો પાળો તોડી નાખવામાં આવતા બાજુમાં આવેલા ખેડૂતો નાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે જે લગભગ ૧૦ થી ૧૫ જેટલા ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે જેથી તેઓ ચોમાસામાં ખેતરમાં વાવેતર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

મોરબી શહેરી વિસ્તારમાંથી નીકળતા ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરીને ખેડૂતોને ખેતી માટે થઈને તે પાણી આપવામાં આવે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મોરબીના પંચાસર રોડ ઉપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે અને નગરપાલિકા વખતે બનાવવામાં આવેલ ૨૪ એમએલડી પાણીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આજની તારીખે ૧૨ થી ૧૩ એમએલડી જેટલું પાણી ટ્રીટમેન્ટ કરીને શુદ્ધ કરવામાં આવે છે અને તે પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં બનાવવામાં આવેલ તળાવમાં ભરવામાં આવે છે. હાલમાં આ તળાવનો એક બાજુનો પાળો તોડી નાખવામાં આવ્યો હોય આ પાણી તળાવની પાછળના ભાગમાં આવેલ ૧૦ થી ૧૫ જેટલા ખેડૂતોના ખેતરની અંદર ભરાઈ ગયા છે જેથી ખેડૂતો તેના ખેતરમાં વાવેતર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

મનસુખભાઈ પરમાર, લાલજીભાઈ નકુમ સહિતના ખેડૂતો અને સતવારા સમાજ અગ્રણી નરસી ભાઇ ચાવડા (કવી) પાસેથી મળતી વિગત પ્રમાણે તેઓ પોતાના ખેતરમાં ચોમાસા પહેલા વાવેતર કરીને દર વર્ષે સીઝનમાં ચોમાસું એક જ પાક લેતા હોય છે . હાલમાં છેલ્લા બે થી ત્રણ મહિનાથી આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું પાણી તેઓના ખેતરમાં ભરાઈ રહેતું હોવાના કારણે તેઓ ચોમાસું પાક ન લઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ખેતરમાં થયેલી નુકસાની અંગેના વળતર અંગેની માંગ કરી છે અને જો તેમને આ નુકસાનીનું વળતર ચૂકવવામાં નહીં આવે તો ગાધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Back to top button
error: Content is protected !!