MORBI મોરબીના ખાનપર પ્રા.શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરી
MORBI મોરબીના ખાનપર પ્રા.શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરી
શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ. પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ રમતોના નિયમોથી વાકેફ કરાવ્યા ત્યારબાદ શાળાનાં તમામ શિક્ષકો દ્વારા ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓને વિવિધ રમતો જેવી કે લાંબીકૂદ, ઊંચીકૂદ, ગોળાફેંક, ચક્રફેક વગેરે રમાડવામાં આવી.
સરકારશ્રીના નિયમ મુજબ બેગલેસડેની આજે ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ આ આનંદમયી શનિવારને ખુબ ઉત્સાહથી મનાવ્યો.આજનાં દિવસનાં આયોજન અને તે મુજબના કાર્ય બદલ શાળાનાં આચાર્યશ્રી ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાનાં તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.