MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પ્રશ્નોને લઇને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે સિવિલ અધિક્ષકને મળીને રજૂઆત કરી
MORBI :મોરબી સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં વર્ગ-3 અને વર્ગ-4ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને આજે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે સિવિલ અધિક્ષકને મળીને રજૂઆત કરી હતી.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આજ રોજ મોરબી સિવિલ હોસ્પિટલના અધીક્ષક ડો. દુધરેજીયા સાથે મુલાકાત કરી હતી અને સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં વર્ગ-3 અને વર્ગ-4ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સાથે મુલાકાત કરીને તેમના મુખ્ય પ્રશ્ન જેમ કે વર્ષમાં મળતી 24 હક્ક રજાના પૈસા મળવાપાત્ર છે તે કોન્ટ્રાક્ટ એજન્સીઓ દ્વારા ચાલુ વર્ષે કર્મચારીઓને આપવામાં આવ્યા નથી. આ રૂપિયા કર્મચારીઓને તાત્કાલિક ચુકવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી અને આ કર્મચારીઓનું શોષણ ન થાય અને તેઓને તેમના હક્ક મળે તે માટે પણ કોંગ્રેસ પક્ષે આગામી દિવસોમાં તમામ પ્રકારની લડત આપવાની તૈયારી દર્શાવી છે.