MORBI – મોરબી મિઠાના કારખાનામાં ભાગ રાખવા બાબતે યુવક ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો
MORBI – મોરબી મિઠાના કારખાનામાં ભાગ રાખવા બાબતે યુવક ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો
મોરબી નવલખી રોડ લાયન્સનગર આરકલી સોસાયટીની સામેની શેરીમાં રહેતા દેવેન્દ્રભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૩૦) એ આરોપી પ્રવિણભાઇ દુદાભાઈ પરમાર તથા ભરતભાઇ દુદાભાઈ પરમાર રહે બંને મોરબી નવલખી રોડ લાયન્સનગર આરકલી સોસાયટીની સામેની શેરીમાં તથા અમુભાઈ મોતીભાઈ પરમાર તથા જયેશભાઇ અમુભાઈ પરમાર રહે. માળીયા (મીં) દલીતવાસ જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના નાનાભાઇ પ્રકાશે તેમના કુટુંબી દાદી રાજુમા સાથે મીઠાના કારખાનામાં ભાગ રાખતા આરોપીઓને સારૂ ન લાગતા આરોપીઓએ ફરીયાદી તથા ફરીયાદીના પપ્પા તથા ભાઇ સાથે ગાળા ગાળી તથા ઝપાઝપી કરી આરોપીએ તેની પાસેની એસ પ્રેસો ગાડી રજીસ્ટર નં- GJ-36-L-8657 વાળીથી ફરીયાદીના પાર્ક કરેલ બે મોટરસાયકલને ટક્કર મારી નુક્શાન કરી તથા ફરીયાદીને જમણા હાથની આંગળીઓ પર તલવારથી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે