MORBIMORBI CITY / TALUKO

MORBI:“માનવતાની મહેકથી ખીલી ઉઠ્યાં નિર્દોષ ચહેરાં” : મોરબીમાં પ્રકાશભાઈ રાજપરાની અનોખી સેવા બની ગરીબ બાળકો માટે આશાનું કિરણ

 

MORBI:“માનવતાની મહેકથી ખીલી ઉઠ્યાં નિર્દોષ ચહેરાં” : મોરબીમાં પ્રકાશભાઈ રાજપરાની અનોખી સેવા બની ગરીબ બાળકો માટે આશાનું કિરણ

મોરબી : ઉદ્યોગ નગરી તરીકે ઓળખાતા મોરબીમાં જ્યાં એક તરફ વિકાસ અને વ્યવસાયની દોડ છે, ત્યાં બીજી તરફ માનવતાની મહેક ફેલાવતું એક એવું વ્યક્તિત્વ પણ છે, જે કોઈ રાજકીય મંચ કે સંસ્થાના બેનર વિના નિઃસ્વાર્થ સેવા દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય કરી રહ્યું છે. મોરબી નજીકના લજાઈ ગામના વતની અને હાલ મોરબીને કર્મભૂમિ બનાવનાર પ્રકાશભાઈ રાજપરા છેલ્લા ચાર વર્ષથી માનવતાની અનોખી જ્યોત પ્રગટાવી રહ્યા છે.


શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો કાળઝાળ તાપ, જરૂરિયાતમંદ નાના ભૂલકાઓ માટે પ્રકાશભાઈ હંમેશા તત્પર રહે છે. ઉનાળામાં બાળકોના પગ દાઝી ન જાય તે માટે ચંપલનું વિતરણ અને શિયાળામાં ઠંડી સામે રક્ષણ મળે તે માટે ગરમ ધાબળાંની વ્યવસ્થા કરી તેઓ માત્ર સહાય નથી કરતા, પરંતુ ગરીબ પરિવારોના બાળકોના જીવનમાં ખુશીની કિરણ પણ પ્રગટાવે છે. કોઈ પ્રસિદ્ધિ કે પ્રચારની અપેક્ષા વિના કરવામાં આવતું આ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ સમાન છે. માતા-પિતાના આશીર્વાદ અને ગુરુજીની પ્રેરણાથી શરૂ કરાયેલ આ માનવસેવાનું યજ્ઞ છેલ્લા ચાર વર્ષથી સતત આગળ વધી રહ્યું છે, જે મોરબી જિલ્લામાં સેવા અને સંવેદનાની અનોખી ઓળખ ઉભી કરી રહ્યું છે. સાચી સમાજસેવા આજના સમયમાં જ્યાં ઘણી વખત સેવા પણ દેખાવનો વિષય બની જાય છે, ત્યાં પ્રકાશભાઈ રાજપરા જેવા સેવાભાવી લોકો સમાજમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે. નાના બાળકોના ચહેરા પર ખુશી લાવવાનું કાર્ય માત્ર દાન નહીં પરંતુ માનવતાની સાચી વ્યાખ્યા છે. આવા સેવાકીય પ્રયાસો સમાજને એ સંદેશ આપે છે કે નાની મદદ પણ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. મોરબી જેવા ઉદ્યોગપ્રધાન શહેરમાં આવી માનવતાની મહેક અન્ય લોકોને

Back to top button
error: Content is protected !!