MORBI મોરબી નેક્સિયન સરફેસિસ પ્રા. લિ. (સિમ્પોલો ગ્રુપ) ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી




MORBI મોરબી નેક્સિયન સરફેસિસ પ્રા. લિ. (સિમ્પોલો ગ્રુપ) ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નેક્સિયન સરફેસિસ પ્રાઇવેટ લિમિટેડ (સિમ્પોલો ગ્રુપ), ઉંચી માંડલ, મોરબી ખાતે વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2026 ની થીમ “Yoga for Healthy Ageing” ને અનુરૂપ યોજાયેલા આ કાર્યક્રમમાં કંપનીના ડિરેક્ટર્સ, મેનેજમેન્ટ ટીમ, અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

યોગ સત્રનું માર્ગદર્શન શ્રી યશભાઈ (YOGOM – Yash’s Yog World) દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવીને યોગના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર થતા લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ સભ્યોએ યોગાભ્યાસ કરીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. ખાસ કરીને કંપનીના ડિરેક્ટર્સ અને વરિષ્ઠ અધિકારીઓએ કર્મચારીઓ સાથે મળીને યોગમાં સહભાગી બની આરોગ્ય અને સુખાકારી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓ અને મેનેજમેન્ટમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંતુલન જાળવવાનો હતો.નેક્સિયન સરફેસિસ પ્રા. લિ. દ્વારા કર્મચારીઓના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે આવા આરોગ્યલક્ષી કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે, જે કંપનીની કર્મચારી-કેન્દ્રિત કાર્યસંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે.



