MORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીના રણછોડ નગર મેઈન રોડ પરથી જીવતા કાર્ટીસ અને તમંચા સાથે ઈસમ ઝડપાયો

MORBI: મોરબીના રણછોડ નગર મેઈન રોડ પરથી જીવતા કાર્ટીસ અને તમંચા સાથે ઈસમ ઝડપાયો

 

 

મોરબી એસઓજી ટીમે રણછોડનગર મેઈન રોડ પરથી તમંચો અને જીવતા કાર્ટીસ નંગ ૦૨ સાથે પરપ્રાંતીય ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

જીલ્લા પોલીસવડાની સુચનાથી જીલ્લામાં ગેરકાયદે હથિયારો રાખતા ઈસમો અને અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઇસમોને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જેને પગલે SOG ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રણછોડનગર મેઈન રોડ પર બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપી અજયકુમર મનભરણસિંઘ (રાજપૂત) રહે હાલ લાલપર તા. મોરબી મૂળ રહે બિહાર વાળાને ઝડપી લઈને દેશી હાથ બનાવટનો તમંચો નંગ ૧ કીમત રૂ ૧૦ હજાર અને જીવતા કાર્ટીઝ નંગ ૦૨ કીમત રૂ ૪૦૦ સહીત કુલ રૂ ૧૦,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી બી ડીવીઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!