WAKANER:વાંકાનેર: ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૪ વાહનો ઝડપાયા, ૧.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત







WAKANER:વાંકાનેર: ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૪ વાહનો ઝડપાયા, ૧.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત


વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ ભરીને જતા ચાર વાહનોને ઝડપી પાડી કુલ રૂપિયા ૧ કરોડ ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ જ્યારે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે શંકાસ્પદ રીતે પસાર થતા ડમ્પર અને ટ્રકોને અટકાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આ વાહનોમાં ગેરકાયદેસર રીતે અને નિર્ધારિત ક્ષમતા કરતા વધુ (ઓવરલોડ) ખનીજ ભરેલું હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તમામ વાહનોને કાયદેસરની પ્રક્રિયા હેઠળ કબ્જે કર્યા છે.
પોલીસ દ્વારા ડમ્પર GJ-13-AX-0892 અશોક લેલેન્ડ – ડમ્પર GJ-27-TD-2406 ટાટા – ટ્રક GJ-03-BY-4694 અશોક લેલેન્ડ – ટ્રક GJ-11-VV-9618 અશોક લેલેન્ડ મુદ્દામાલની કુલ કિંમત: રૂ. ૧,૧૦,૦૦,૦૦૦/- (એક કરોડ દસ લાખ) જપ્ત કરેલ છે વાંકાનેર તાલુકા પોલીસની આ કડક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


