GUJARATSAGBARA

ભરવાડ ચાલીમાંથી ગંદા પાણીનું સામ્રાજ્ય, પંચાયત તંત્રની કામગીરી સામે સવાલો

ભરવાડ ચાલીમાંથી ગંદા પાણીનું સામ્રાજ્ય, પંચાયત તંત્રની કામગીરી સામે સવાલો

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5441;
AI_Scene: (-1, -1);
aec_lux: 124.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 39;

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

દેડિયાપાડા : દેડિયાપાડા બસ સ્ટેન્ડ નજીક ભરવાડ ચાલી તરફથી આવતું હોવાનું જણાતું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી જાહેર માર્ગ પર ફેલાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદી, સરકારી કચેરીના કામકાજ તેમજ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે ત્યારે રસ્તા પર ગંદા પાણીનું સામ્રાજ્ય સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ચોમાસાની ઋતુમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી સમસ્યા વધુ ગંભીર બની રહી છે. જાહેર માર્ગ નજીક આવી સ્થિતિ હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કાયમી ઉકેલ માટે શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

 

સ્થાનિકોમાં ચર્ચા છે કે આ સમસ્યા શું ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના જવાબદાર અધિકારીઓના ધ્યાને નથી આવી? કે પછી તંત્રની નજર સામે જ આ સમસ્યા હોવા છતાં તેની અવગણના કરવામાં આવી રહી છે?

 

સ્થાનિકો દ્વારા ગંદા પાણીના નિકાલ માટે તાત્કાલિક સફાઈ અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેમજ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે જાહેર આરોગ્ય અને સ્વચ્છતા સાથે જોડાયેલા આ પ્રશ્ને સંબંધિત તંત્ર ક્યારે જાગે છે અને શું કાર્યવા

હી કરે છે.

 

Back to top button
error: Content is protected !!