MORBI:ઇસ્કોન મંદિર – મોરબી દ્વારા ભગવાન શ્રી જગન્નાથ ની ભવ્ય રથ યાત્રા કાઢવામાં આવી
MORBI:ઇસ્કોન મંદિર – મોરબી દ્વારા ભગવાન શ્રી જગન્નાથ ની ભવ્ય રથ યાત્રા કાઢવામાં આવી
જગન્નાથ પુરી ની રીટર્ન રથ યાત્રા આપણા મોરબી માં ઇસ્કોન ના ભક્તો દ્વારા ભવ્ય રીતે ભગવાન શ્રી જગન્નાથજી ને મોરબી માં નગર ચર્ચા કરાવી અને મોરબી ની જનતા ને ભગવાન શ્રી જગન્નાથજી ના દિવ્ય દર્શન નો લ્હાવો મળ્યો
રથ યાત્રા દરમિયાન શીરો પ્રસાદ, ગુંદી પ્રસાદ અને ચીકી પ્રસાદ નું વિતરણ કરવાંમાં આવ્યું. રાત્રે સર્વે લોકો માટે ભંડારા પ્રસાદ વ્યવસ્થા કરાઈ હતી
ભગવાન શ્રી જગન્નાથજી ની રથ યાત્રા દરમિયાન ભગવાન ને ખુશ કરવા માતાઓ દ્વારા વિવિધ નૃત્ય કરવામાં આવ્યા, યુવાનો એ વિવિધ વાજિંત્રો નો નાદ કરીયો અને ભક્તો દ્વારા સતત મહાહરીનામ સંકીર્તન દ્વારા ભગવાન નું સ્વાગત કર્યું
આ ઉત્સવ બાદ ઇસ્કોન મંદિર ના સંચાલક નિરંજન કેશવ પ્રભુ અને હલધર બલદેવ પ્રભુ દ્વારા સેવા માં લાગેલા સર્વે ભક્તો, સંતો, પોલીસ ડીપાર્ટમેન્ટ તેમજ મોરબી ની જનતા નો ખુબ આભાર વ્યક્ત કર્યો



