MORBI:જોધપર નદી ગામ ની ખેતી વિષયક દલિત ની કબજા જમીન અંગે સિવિલ કોર્ટ મોરબી માં કેસ ચાલી રહ્યો હોવા છતાં તંત્ર ખાલસા કરવા કેમ મથી રહ્યું છે ???
MORBI:જોધપર નદી ગામ ની ખેતી વિષયક દલિત ની કબજા જમીન અંગે સિવિલ કોર્ટ મોરબી માં કેસ ચાલી રહ્યો હોવા છતાં તંત્ર ખાલસા કરવા કેમ મથી રહ્યું છે ???
મોરબી મામલતદાર ગ્રામ્ય તેમજ પ્રાંત અધિકારી દ્વારા લેન્ડ એક્ટ ૨૦૨ મુજબ ૬૦ વર્ષ જૂની જોધપર નદી ગામ ની ખેતી વિષયક દલિત ની કબજા જમીન ને ખાલી કરાવવા માટે એક તરફી વલણ દાખવી રહ્યા છે જયારે આ જમીન નો સિવિલ કોર્ટ મોરબી માં કેસ ચાલી રહ્યો છે.
જોધપર નદી ગામ ના દલિત વિધવા શ્રી સોલંકી મુરીબેન માલજીભાઈ જેઓ ના પતિ સ્વ માલજીભાઈ પુંજાભાઈ સોલંકી આ જમીન વર્ષ ૧૯૭૦ થી ખેતી કામ કરી ને પોતાના પરીવાર નું ગુજરાન ચલાવી રહ્યા હતા એક સમયે આ જમીન ફળદ્રુપ પાણા વાડી તેમજ ખાડા ટેકરા વાડી જમીન હતી પરંતુ સ્વ સોલંકી માલજીભાઈ એ આ જમીન ને વાવવા લાયક બનાવવા માંટે ૧૫ વર્ષ સુધી આખી ધાર ખોદી ને આ આખી જમીન ને વાવવા લાયક બનાવી હતી..મુરીનું એવું કેહવું છે કે તેને અને તેના પતિ એ આ જમીન ને વાવવા લાઇક બનાવવા માટે આ જમીન માં પોતાનું લોહી રેડયું છે તેમનું એવું કેહવું છે કે તેના પતિ ની હયાતી માં આ જમીન ની વિઘોટી પણ ભરવામાં આવેલ છે જેની પહોચો પણ તેમની પાસે છે તેમજ આ જમીન ને તેમણા દ્વારા રેગ્યુલર કરવા માટે ૫ વાર કલેકટર કચેરી માં માંગણીઓ પણ કરવામાં આવેલ છે.જેના અનુલક્ષી વર્ષ ૨૦૨૨ માં મામલતદાર નીખીલ મેહતા હતા ત્યારે આ જમીન પર કલમ ૬૧ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી જેના પર્ત્યુતર માં મુરીબેન આ જમીન નો પેસકદમી નો દંડ ભરી ને મોરબી સવિલ કોર્ટ માં જમીનનો કેશ પણ દાખલ કરેલ છે.પરંતુ કેશ માં પણ સરકાર તરફ ના એક પણ અધિકારી મુદત માં હાજર રહ્યા નથી.તેઓ નું કેહવું છે કે તેની આજુ \બાજુના ઓદ્યોગિક એકમો તેમજ ખેતી ની જમીન વાળા એ એ પોતાની જમીન કરતા સરકારી જમીન માં ૧૦ ગણું દબાણ કરેલ છે.તેઓ ઉપર કોઈજ કાર્યવાહી નહિ જયારે દલિત ની ૮ વીઘા જમીન નું આ લોકો ને દબાણ લાગે છે જયારે કોર્ટ માં આ જમીન ની સ્ટેત્સ્કો ની અરજી દાખલ કરેલ હોઈ તેમજ મનાઈ હુકમ ની અરજી પણ પેન્ડીગ હોઈ તેમ છતાં મોરબી મામલતદાર ગ્રામ્ય અને પ્રાંત અધિકારી દ્વારા સતાનો દુર ઉપયોગ કરી ને આ જમીન નું દબાણ હટાવવાની કાર્યવાહી કરી રહ્યા છે.મુરીબેન નું એવું કેહવું છે કે આ લોકો ને સિરામિક ઉદ્યોગ દ્વારા મોરબી જીલ્લામાં જે દબાણ થયેલ છે એ તો આ લોકો ને દેખાતું નથી માત્ર દલિત ની જમીન નેજ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે સરકાર દલિતોને જમીન તો આપી રહી નથી જયારે જે જમીન માં તેઓ પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યા છે એ પણ છીનવી લેવા માંગે છે.સોસિત અને વંચિતો ઉપરજ કાયદો લાગુ કરી રહ્યા છે જયારે ભારત દેશ માં કાયદો અને વ્યવસ્થા સમાન છે તો આવું વલણ કેમ એ પણ એક પ્રશ્ન ઉભો થાઈ છે શું મોરબી નું પ્રસાશન જાણી જોઇને એ આ દબાણ હટાવવાની કાર્યવાહી કરી રહ્યું છે.