MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી પતિ ના ત્રાસથી એક અઠવાડિયાથી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન

MORBI મોરબી પતિ ના ત્રાસથી એક અઠવાડિયાથી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન

 

પતિનાં ત્રાસથી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભિયમ ટીમ મોરબી

મહિલાઓની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે

તારીખ:-૨૧/૦૪/૨૦૨૬ ના રોજ ૧૮૧ અભિયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા મોરબી સાથૅક સ્કુલ પાસે બાલા હનુમાન મંદિર પાસે રસ્તામાં છેલ્લા કેટલાક કલાકથી એકલા બેઠા છે બહેને તેમના મોઢા પર દુપટ્ટો બાંધ્યો છે અને તેમની સાથે એક બેગ પણ છે મહિલા કાંઈ પણ બોલતા નથી અને સરખું સરનામું પણ આપતા નથી મહિલા ખુબ જ ગભરાયેલી હાલતમાં છે અને મહિલા ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે.*

*જેના પગલે ૧૮૧ નાં કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તેમજ પાયલોટ દેવકરણભાઈ ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપવામાં આવી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો*

*ત્યારબાદ મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન મહિલાએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારાં લગ્ન ના પચ્ચીસ વર્ષ થયાં છે અને મારે એક દિકરો છે હું મારા પતિ અને દિકરા સહિતના પરિવાર સાથે રહું છું છેલ્લા દસ વર્ષથી મારા પતિ દ્વારા મને હેરાન કરવામાં આવે છે મારા પતિ મારી સાથે મારઝુડ કરે છે અને અપશબ્દો બોલે છે તેમજ રોજ નાની નાની વાતે માનસિક રીતે ત્રાસ આપે છે અને ઘરની બહાર પણ નીકળવા દેતા નથી અને મારી સાથે અયોગ્ય વર્તન કરે છે તેમજ હું બીમાર હોય ત્યારે મને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જતા નથી માટે આવાં અનેક પ્રકારના પ્રશ્ર્નો થી કંટાળી ને હું છેલ્લા એક અઠવાડિયાથી ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ છું ત્રણ દિવસ હું ચોટીલા રોકાણી અને ત્રણ દિવસ હું દ્વારકા રોકાણી અને બે દિવસ થી હું મોરબી માં આમતેમ આંટા ફેરા કરું છું મારું સાસરું સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં છે પરંતુ મારું પિયર મોરબી માં છે મારા પતિએ પિયરમાં ઝગડો કરતા હું કેટલાક સમયથી પિયરમાં આવતી નથી તેથી મને મારા પિયરમાં જાતાં મને ડર લાગે છે*

*ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલાનાં પતિ સાથે ફોન દ્વારા વાતચીત કરી મહિલાનાં પતિ એ જણાવ્યું કે મહિલાને મસાલો ખાવાનું વ્યસન હોય અને મહિલા ના પતિ ને આ વ્યસન પસંદ નાં હોય માટે ઝગડો થયેલ હોય તેથી મહિલા ને લાગી આવતા મહિલા ઘરેથી નીકળી ગયેલ હોય મહિલાના પતિ પાસેથી મહિલાનાં ભાઇનો કોન્ટેક્ટ નંબર મેળવેલ અને તેમના ભાઈ સાથે વાતચીત કરેલ અને સરનામું પુછેલ તેમજ મહિલાનાં પિયરમાં ગયેલ પિયર પક્ષે જણાવેલ કે મહિલા ઘણી વખત રીસામણે આવેલ હોય માટે ઝગડો થયેલ હોય તેથી છેલ્લા સાત વર્ષથી મહિલા પિયરમાં આવતા ન હતા.*

*ત્યારબાદ ૧૮૧ ટીમે મહિલાને અને પિયર પક્ષને સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ મહિલા ના પતિ ને મહિલા સાથે મારઝુડ ન કરવાં અને મહિલા સાથે અયોગ્ય વર્તન ન કરવાં બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ મહિલા ના પતિ હાલ સુરેન્દ્રનગર હોય માટે તેમણે જણાવેલ કે સવારે તેઓ તેમની પત્ની ને તેમના પિયર માંથી લઈજશે માટે મહિલાને તેમના પરિવાર સાથે સહી સલામત સોંપવામાં આવેલ હોય.*

આમ મહિલા એ જીવનમાં ક્યારેય પણ ઘરેથી નહીં નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ મહિલાના માતા ભાઈ અને પતિ એ ટીમ નો આભાર વ્યક્ત કર્યો છે

Back to top button
error: Content is protected !!