GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી આયુષ હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટર અને ક્રિટિકલ કેર વિશેષ સફળતા સાથે એક ડગલું આગળ..

MORBI મોરબી આયુષ હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટર અને ક્રિટિકલ કેર વિશેષ સફળતા સાથે એક ડગલું આગળ..

 

 


૪૮ વર્ષીય પુખ્ત યુવાનને છાતીમાં તીવ્ર દુખાવો, પરસેવો અને જરૂરી શ્વાસ લેવામાં તકલીફ, હૃદયનો ગંભીર મોટો હુમલો હતો, તે ઇમરજન્સીમાં પહોંચતા જ ઢળી પડ્યો હતો, તેમના હૃદયના ધબકારા અત્યંત વધુ હતા(વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયા) અને BP અત્યંત ઓછું હતું. તાત્કાલિક ધોરણે ડૉક્ટર વિજય મકવાણા સાહેબ (MD Medicine) અને ડોક્ટર રીંકલ રામોલિયા મેડમ (Critical care specialist) દ્વારા તાત્કાલિક CPR(કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન)શરૂ કરવામાં આવ્યું અને DC શોક અને ઊંચા હૃદયના ધબકારા નિયંત્રિત કરવા માટે દવાઓ આપવામાં આવી,
જોકે તે દવાઓ અને DC-શોકનો પ્રતિભાવ આપી રહ્યો ન હતો. ≈૨૦ DC-શોક અને ઘણી દવાઓ સાથે લગભગ ૩૦ મિનિટ સુધી CPR ચાલુ રાખવામાં આવ્યા હતા, દર્દીને વેન્ટિલેટર (કૃત્રિમ શ્વાસોશ્વાસ) નું મશીન મુકવામાં આવ્યું અને તાત્કાલિક એન્જીયોગ્રાફી માટે કેથ લેબમાં ખસેડવામાં આવ્યા હતા, કોરોનરી એન્જીયોગ્રાફીથી હૃદયની મુખ્ય ધમની ૧૦૦% બ્લોક થઈ ગઈ,અને તુરત જ ડોક્ટર લોકેશ ખંડેલવાલ (Cardiologist) દ્વારા તાત્કાલિક પ્રાથમિક એન્જીયોપ્લાસ્ટી (બલૂન ફિટ) કરવામાં આવ્યું અને LAD ધમનીમાં સારો પ્રવાહ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો. દર્દીને ICUમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ગહન અને જરૂરી સારવાર આપવામાં આવી. આ દર્દી બીજા દિવસે ડોક્ટર ટીમની સારવારથી વેન્ટિલેટરમાંથી બાર કાઢવામા આવ્યા. તેમની તબિયતમાં સારો સુધારો થયો . તેમના હૃદયનું પંપીંગ 30% થી સુધરીને 55% થઈ ગયું અને સંપૂર્ણ સ્વસ્થતા ડૉ. લોકેશ ખંડેલવાલ સાહેબ, ડો.વિજય મકવાણા સાહેબ અને ડો. રિંકલ રામોલિયા મેડમ દ્વારા પ્રાપ્ત થઈ અને સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!