GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:​મોરબી સિરામિક એસોસિએશનની ગુજરાત ગેસને રજૂઆત: ગેસના ભાવમાં ઘટાડો કરવાની માંગ

 

MORBI:​મોરબી સિરામિક એસોસિએશનની ગુજરાત ગેસને રજૂઆત: ગેસના ભાવમાં ઘટાડો કરવાની માંગ

 

 


​મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગને ફરી ધબકતો કરવા માટે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા કમર કસવામાં આવી છે. તાજેતરમાં એસોસિએશન દ્વારા ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખીને મે મહિના માટે ગેસના ભાવમાં ઘટાડો કરવા અને નવી પરિસ્થિતિ મુજબ ભાવ નક્કી કરવા રજૂઆત કરવામાં આવી છે.

​બેઠક અને ચર્ચા: ગત તારીખ 6 એપ્રિલ 2026ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત ગેસના ઉચ્ચ અધિકારીઓ સાથે એસોસિએશનની લાંબી બેઠક યોજાઈ હતી. જેમાં મે-2026 મહિના માટે બજાર ભાવ મુજબ ગેસ સપ્લાય કરવા અંગે ચર્ચા થઈ હતી.​ભાવમાં ફેરફારની માંગ: અગાઉ તારીખ 7 એપ્રિલના રોજ ₹79.85 ના ભાવ સાથેની ડિમાન્ડ લિંક મોકલવામાં આવી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.​લિંક હોલ્ડ પર રાખવા વિનંતી: પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, બદલાતી પરિસ્થિતિને ધ્યાને રાખીને જૂની ડિમાન્ડ લિંકને હાલ હોલ્ડ પર રાખવામાં આવે અને નવા ઘટેલા ભાવ મુજબ ફરીથી ડિમાન્ડ મેળવવામાં આવે.



​હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદી અને બંધ હાલતમાંથી પસાર થઈ રહ્યો છે. એસોસિએશનના પ્રમુખો—મનોજ એરવાડિયા (વિટ્રીફાઈડ ટાઈલ્સ), નરેન્દ્રભાઈ સંઘાત (વોલ ટાઈલ્સ), સંદીપ કુંડારિયા (ફ્લોર ટાઈલ્સ) અને અજય મારવણીયા (સેનેટરીવેર)—દ્વારા સંયુક્ત રીતે આ રજૂઆત કરવામાં આવી છે જેથી ગેસના ભાવમાં રાહત મળતા ઉદ્યોગને ફરી જીવંત કરી શકાય.


આ સાથે ગુજરાત ગેસને ‘સદબુદ્ધિ’ મળે તે માટે ઉદ્યોગકારોએ બોલાવી રામધૂન, કચેરીના પટાંગણમાં અનોખો વિરોધ નોંધાવ્યો ​ઓફિસના પટાંગણમાં ગુંજી રામધૂન ​ગુજરાત ગેસ કંપનીના મનસ્વી વલણ અને અસહ્ય ભાવ વધારા સામે વિરોધ નોંધાવવા માટે સિરામિક ઉદ્યોગકારો આજે કંપનીની ઓફિસના પટાંગણમાં એકઠા થયા હતા. ઉદ્યોગકારોએ કોઈ હિંસક પ્રદર્શન કરવાને બદલે અત્યંત અનોખી રીતે ‘રામધૂન’ બોલાવી હતી. ઉદ્યોગકારોનું કહેવું છે કે, ગેસ કંપનીના સત્તાધીશોને ‘સદબુદ્ધિ’ મળે અને તેઓ ઉદ્યોગની પડતર સ્થિતિ સમજીને ભાવમાં ઘટાડો કરે તે માટે આ પ્રાર્થનાત્મક વિરોધ કરવામાં આવ્યો

Back to top button
error: Content is protected !!