MORBIMORBI CITY / TALUKO

 MORBI:મોરબી: ચેક બાઉન્સ કેસમાં કોર્ટે આરોપીને ફટકારી બે વર્ષની સજા અને ૧૦ લાખનો દંડ

 

MORBI:મોરબી: ચેક બાઉન્સ કેસમાં કોર્ટે આરોપીને ફટકારી બે વર્ષની સજા અને ૧૦ લાખનો દંડ

​મોરબી: નાણાકીય લેવડ-દેવડના એક કેસમાં મોરબીની કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીને જેલની સજાની સાથે આર્થિક દંડ અને આવકવેરા વિભાગ (Income Tax) ને પણ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

મોરબીના નીલ હિતેશ કાવર પાસેથી સબંધદાવે મૂળ ગામ રામગઢ કોયલી હાલ મોરબીના રૂપેશ હરજીવન રણીપાએ ૨૦૨૪ માં કટકે કટકે કુલ રૂ.૫ લાખ હાથ ઉછીના લીધેલ જે રકમ પરત કરવા ઇસ્યુ કરેલ પ લાખનો ચેક પાછો ફરતા ફરિયાદીએ મોરબી કોર્ટમાં આરોપી રૂપેશ સામે ચેક પરત થયાનો કેસ કરેલ. જે કેસ ચાલી જતા મોરબીના મહે. ત્રીજા એડી. ચીફ જ્યુડી. મેજી. શ્રી જૈમીનભાઈ ગઢવીએ આરોપી રૂપેશને તકસીરવાન ઠરાવી બે વર્ષની સજા તથા ૧૦ લાખનો દંડ ફરમાવેલ છે તથા ફરિયાદીને ૯% વ્યાજ સાથે ૫ લાખ અપાવેલ છે અને આરોપી રૂપેશ વિરુધ્ધ કર્યાહી થવા ઇન્કમટેક્ષને આદેશ ફરમાવેલ છે. ફરિયાદી વતી વકીલ તરીકે જાનકીબેન મહેતા, બી એન શેઠ તથા નીશ શેઠ રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!