હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત વેજલપુર પ્રાથમિક ઉર્દુ શાળા અને કુમાર શાળા દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન.

તારીખ ૧૨/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. અને આ અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવા આશય સાથે ઉજવણી કરવાનો આયોજન સમગ્ર ભારત દેશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ઉર્દુ પ્રાથમિક શાળા તેમજ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર પ્રાથમિક ઉર્દુ શાળા ખાતેથી અને કુમાર પ્રાથમિક શાળા ખાતેથી રેલીનું પ્રસ્થાન કરી ગ્રામ પંચાયત વિસ્તાર થઇ મેન બજાર તેમજ જૂની પોસ્ટ ઓફીસ વિસ્તારમાં તિરંગા યાત્રા ફરી હતી ત્યારે ઉર્દૂ શાળા તેમજ કુમાર શાળાના તમામ વિદ્યાર્થીઓ સહિત આચાર્ય અને શિક્ષકગણ રેલી સ્વરૂપે હાથમાં તિરંગા લઈ નગરજઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ સાથે વેજલપુરના વિવિધ વિસ્તારમાં ફરી પરત ઉર્દુ શાળા અને કુમાર શાળા ખાતે રેલીનું સમાપન કરાયું હતું જેમાં વિધાર્થીઓએ દેશ ભક્તિના સૂત્રોચ્ચારના નારા લગાવ્યા હતા અને ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહીને તિરંગા યાત્રામાં જોડાયા હતા આજે યોજાયેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત મહેમાનોમાં વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયત સભ્ય ગ્રામ પંચાયતના તલાટી હાજર રહ્યા હતા.







