GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આર આઈ એમ સી વર્કશોપની પ્રેરણાદાયી મુલાકાત.

MORBI:મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આર આઈ એમ સી વર્કશોપની પ્રેરણાદાયી મુલાકાત.

 

 

મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના પ્રતિભાશાળી બાળકો માટે આંબાવાડી તાલુકા શાળા ખાતે ચાલી રહેલ વર્કશોપનો આજે બીજો દિવસ હતો. જેમના માર્ગદર્શનમાં આ વર્કશોપ ચાલી રહ્યો છે તેવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે એસ પ્રજાપતિ સર દ્વારા આજે વર્કશોપની મુલાકાત કરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારીનું કુમકુમ તિલક સાથે આંબાવાડી તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.


જિલ્લા વિકાસ અધિકારી નેશનલ ડિફેન્સ એકેડેમી, રાષ્ટ્રીય ઇન્ડિયન મિલેટ્રી એકેડેમી જેવી સંસ્થાઓ માં પ્રવેશ મેળવવા માટે એક વિદ્યાર્થી તરીકે કેવા પ્રયત્નો કરવા જોઈએ તેની પ્રેરણાદાયી વાત કરી. હાલમાં ચાલી રહેલ ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને આપણી આરમ્ડ ફોર્સ ના જવાનો ની તૈયારી કેવી હોય છે. એક આર્મી નેવી કે એરફોર્સના અધિકારી બનવા માટે જે પ્રકારનું કમિટમેન્ટ ડિસિપ્લિન અને હાર્ડવર્ક જોઈએ તેનું સાહેબે સરસ માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત નેશનલ ડિફેન્સ એકેડેમી જેવી સંસ્થાઓમાં કયા પ્રકારની ટ્રેનીંગ મળે છે, કઈ રીતે વ્યક્તિત્વ ઘડતર થાય છે, આવી સંસ્થાઓમાં જોડાયા બાદ કઈ રીતે દેશની આરમ્ડ ફોર્સમાં જોડાઈને દેશની સેવા થઈ શકે છે તે તમામ બાબત દર્શાવતા વિડીયો અને પીપીટી સહિત સાહેબે ખૂબ જ સરસ પ્રેઝન્ટેશન આપ્યું. આ તકે સાહેબે વર્કશોપ માં જોડાયેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બીઆરસી કોઓર્ડીનેટર શ્રી તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી શાળાના આચાર્યશ્રી તેમજ શાળાના વ્યવસ્થાપક સ્ટાફ ના આ પ્રકાર ની પરીક્ષાઓ પ્રત્યે વિધાર્થીઓને તૈયાર કરવાના પ્રયત્નોને બિરદાવતા કહ્યું કે આ પ્રકારના પ્રયત્નો ખૂબ જ પ્રશંસનીય છે અને યુનિક છે જે અન્યત્ર ભાગ્યે જ જોવા મળશે.તેમજ આ વર્કશોપ ને વધુ અસરદાર અને પરિણામ લક્ષી બનાવવા માટે માનનીય સાહેબ દ્વારા પ્રેરક સૂચનો કરવામાં આવ્યા તેમજ શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ મારવણીયા સાથે શાળાના ભૌતિક વિકાસ સંબંધીત બાબતો માટે ચર્ચા કરી અને સંપૂર્ણ મદદ અને સહકાર પ્રાપ્ત થયો. વિદ્યાર્થીઓનો પુસ્તક વાંચન માટેનું એક સોફ્ટવેર જેમાં પુસ્તક વાંચવા લઈ જતા બાળકો માટેનો તમામ રેકર્ડ સરળતાથી રાખી શકાય તેવા લાયબ્રેરી સોફ્ટવેરનું માનનીય સાહેબ દ્વારા ડિજિટલ ઉદઘાટન કરવામા આવ્યું.આ તકે ટીમ એજ્યુકેશન મોરબી દ્વારા માનનીય સાહેબશ્રીની આ પ્રેરણાત્મક મુલાકાત માટે આભારની ભાવના પ્રકટ કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!