હાલોલમાં આગામી રમઝાન ઇદ,રામનવમી અને ચેટીચાંદ તહેવારને અનુલક્ષીને ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૧૭.૩.૨૦૨૬
આગામી મુસ્લિમ બિરાદારોના પવિત્ર તહેવાર એવા રમઝાન ઇદ,હિન્દુ સમુદાયનો રામનવમી તેમજ સિંધી સમાજનો ચેટીચાંદ પર્વ તહેવાર ની ઉજવણી થનાર છે.તે અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકે સેકન્ડ પીઆઇ એ.બી.ગામીત અને પીએસઆઇ જે.બી.ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ નગરના વિસ્તારોમાં શાંતિ અને સલામતી સુરક્ષા જળવાઈ રહે અને આગામી તમામ સમાજના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા સેકન્ડ પીઆઇ એ.બી.ગામીત એ જણાવ્યું હતું કે આગામી સમયમાં રમઝાન ઈદ,રામનવમી અને ચેટી ચાંદનો તહેવાર આવી રહ્યો છે અને તમામ લોકો તમામ તેહવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે તેવી અપીલ કરાઇ હતી.બેઠકમાં હાલોલ નગરના મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા











