MORBI:મોરબી ફાયર બ્રિગેડ ‘એક્શન મોડ’ માં: ૨૪ કલાકમાં આગના ૩ બનાવો અને ૧ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું





MORBI:મોરબી ફાયર બ્રિગેડ ‘એક્શન મોડ’ માં: ૨૪ કલાકમાં આગના ૩ બનાવો અને ૧ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું

મોરબી: છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબી ફાયર કંટ્રોલરૂમ સતત કાર્યરત રહ્યો હતો. શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં આગની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સાથે એક દુઃખદ રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર ટીમે ત્વરિત કામગીરી કરી હતી. સદનસીબે આગના બનાવોમાં કોઈ જાનહાનિ થઈ નથી.

હળવદ તરફ જઈ રહેલા એક તમિલનાડુના ટ્રક ડ્રાઈવરે બે બાળકોને કેનાલમાં નાહતા જોયા હતા, જેઓ અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા મોરબી અને હળવદ ફાયરની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી. લાંબી શોધખોળ બાદ એક બાળકની લાશ ગઈકાલે અને બીજા બાળકની લાશ આજે મળી આવી હતી.આગના ત્રણ બનાવો પર કાબૂ ફાયર વિભાગે આજે વહેલી સવારથી બપોર સુધીમાં ત્રણ સ્થળોએ લાગેલી આગને બુઝાવી હતી:સવારે ૦૭:૨૭ બેલા ગામના પાટિયા પાસે આવેલ Raffles Speciality Minerals LLP ફાયર ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.બપોરે ૧૨:૦૦ લતીપર રોડ, ટંકારા ખાતેની લક્ષ્મીનારાયણ જીનિંગ મિલ ભભૂકી ઉઠેલી આગને વધુ ફેલાતી અટકાવી.બપોરે ૦૨:૧૮ સિલ્વર પેટ્રોલ પંપ પાસે કચરામાં લાગેલી આગ પેટ્રોલ પંપની નિકટતા હોવા છતાં સમયસર આગ પર કાબૂ.મોરબી ફાયર વિભાગની સતર્કતાને કારણે આ ત્રણેય ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને મિલકતનું મોટું નુકસાન થતા અટકાવ્યું છે.



