GUJARATKUTCHMANDAVI

માંડવી માં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી.

કુટુંબ કલ્યાણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર સ્ત્રી આરોગ્ય કાર્યકર તેમજ આશાબહેનોનું સન્માન કરવામાં આવેલ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા. ૨૧ જુલાઈ : તાજેતરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સુચના અનુસાર તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા “વિકસિત ભારતની પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપત્તિની શાન” એ અંતર્ગત સમજ આપવાની સાથે ચાંદીપુરા રોગ વિશે પણ વિસ્તૃત માહિતી ડૉ. પાસવાન દ્વારા આપવામાં આવી હતી.

બેટી બચાવો, બેટી પઢાઓ, બેટી વધાવો, કુટુંબ નિયોજનની કાયમી – બિનકાયમી પદ્ધતિઓ, મળતા લાભો, રસીકરણ, માતામરણ, બાળમરણ, આશા બહેનોને મળતા લાભો, વિશે સમજ ટી.એચ.ઓ . ડૉ. પાસવાન દ્વારા આપવામાં આવી તથા ડો. અમીશી મેડમ, ડૉ. મનીષ પુરોહીત તથા ડૉ. અસ્વીની મેડમ, ડૉ. જ્હાન્વી મેડમ, ડૉ. નીશી મેડમ, ડૉ. હાર્દીક પંડ્યા, ડો. પ્રિતી મેડમ દ્વારા પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું. તથા કુટુંબ કલ્યાણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર સ્ત્રી આરોગ્ય કાર્યકર તેમજ આશાબહેનોનું સન્માન કરવામાં આવેલ જેમા તાલુકા કક્ષાએથી તમામ તાલુકાનો આરોગ્ય સ્ટાફ, દરેક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર, ફીમેલ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા સુપરવાઈઝર ઝેડ. પી. નાથાણીએ સંભાળેલ જયારે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શૈલેન્દ્રસિંહ ચાવડા અને ગોપાલ ગઢવીએ કરેલ તથા આભારવિધિ ટી.એચ. વી. રૂકસાનાબેન આગરીયા દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!