GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક ચક્કર આવી પડી જતા યુવાનનું મોત નિપજ્યું




MORBI:મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક ચક્કર આવી પડી જતા યુવાનનું મોત નિપજ્યું

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે અચાનક ચક્કર આવી પડી જતા આધેડનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે દોલતરામ દેવચંદ વર્મા (ઉ.વ.૪૬) રહે. મધ્યપ્રદેશવાળાને અચાનક ચક્કર આવી પડી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.




