MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા એક્શન મોડમાં: ૨૧ નવા ફાયર ઓપરેટરોની ભરતી અને સઘન તાલીમ અભિયાન

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા એક્શન મોડમાં: ૨૧ નવા ફાયર ઓપરેટરોની ભરતી અને સઘન તાલીમ અભિયાન

 

 

શહેરની સુરક્ષા અને અગ્નિશમન સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આગામી ઉનાળાની સિઝન અને ઔદ્યોગિક વિસ્તારોમાં આગની સંભવિત ઘટનાઓને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે.

ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ અને વધતા જતા કાર્યભારને પહોંચી વળવા માટે કુલ ૨૧ ફાયર ઓપરેટરની ૧૧ માસના કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. આ તમામ નવા જવાનોને અત્યાધુનિક ફાયર ફાઈટિંગ સાધનો અને બચાવ કામગીરી માટે ખાસ તાલીમ આપવામાં આવી છે, જેથી કટોકટીના સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી વધુ ઝડપી બની શકે.

તાજેતરમાં ૨૮ એપ્રિલ ૨૦૨૬ થી ૦૪ મે ૨૦૨૬ દરમિયાન ફાયર શાખા દ્વારા સઘન તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા:

સરકારી કચેરીઓ અને હોસ્પિટલ: ૦૩ સરકારી કચેરી અને ૦૧ હોસ્પિટલના ૨૫ કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ.

ઇન્ડસ્ટ્રીઝ અને કોમ્પલેક્ષ: ૦૨ ઇન્ડસ્ટ્રીઝના ૨૫ સ્ટાફ મેમ્બર્સ અને ૦૧ કોમ્પલેક્ષના ૦૯ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી.

NOC ચેકિંગ અને કડક કાર્યવાહી ફાયર વિભાગ દ્વારા સમાજવાડી, કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

નોટિસ ફટકારાઈ: જે બિલ્ડીંગો પાસે ફાયર NOC નહોતું તેમને નોટિસ આપી જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી હતી.

કામગીરીમાં વેગ: તંત્રની કડક કાર્યવાહીના પગલે અત્યાર સુધીમાં ૧૯૫ કોમ્પલેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી પૂર્ણ અથવા પ્રગતિ હેઠળ છે.

અરજીઓનો નિકાલ: ૦૮ નવી ફાયર સેફ્ટી અપ્રુવલ માટેની અરજીઓને આર.એફ.ઓ. કચેરીમાં આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે

છેલ્લા સમયગાળા દરમિયાન મોરબીમાં ૧૨ અલગ-અલગ જગ્યાએ લાગેલી આગ અને ૦૧ રેસ્ક્યુ કોલમાં ફાયરના જવાનોએ PPE કિટ અને આધુનિક સાધનો સાથે સજ્જ થઈને સફળ કામગીરી કરી છે.

કોઈ પણ આગની દુર્ઘટના કે આપત્તિ સમયે નાગરિકો તાત્કાલિક ધોરણે નીચે મુજબના નંબરો પર સંપર્ક કરી શકે છે: લેન્ડલાઈન: (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ – ટોલ-ફ્રી: ૧૦૧ અથવા ૧૧૨ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરી જાન-માલનું નુકસાન અટકાવવાનો છે.

Back to top button
error: Content is protected !!