GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગુમ થયેલ બાળકને માતાપિતા સાથે મિલન કરાવતી સીટી બી ડિવીઝન પોલીસની “SHE TEAM”

MORBI:મોરબી ગુમ થયેલ બાળકને માતાપિતા સાથે મિલન કરાવતી સીટી બી ડિવીઝન પોલીસની “SHE TEAM”

 

 

મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત હોય જે અન્વયે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તા.૨૭/૦૪/૨૦૨૫ ના આશરે સવારના અગિયાર વાગ્યે ની આસપાસ નવુ મહેન્દ્રનગર પાસેથી આશરે ઉ.વ.૫ નુ વાલીવારસ વગરનું બાળકી મળી આવતા જેથી તેને સાથે રાખી તુરંત સ્થળ ઉપર બાળકીના વાલીવારસ શોધવા પ્રયત્નો કરેલ પરંતુ વાલીવારસ મળી આવેલ નહિ જેથી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ અને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ની સી ટીમે બાળકીનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા સી ટીમના સ્ટાફે હિન્દીમાં બોલતા બાળકીને કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકીને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી

ખુબજ ટૂંકા સમયમાં મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ હનુમંત એપાર્ટમેન્ટ માં વોચમેન નું કામ કરતા નામે મનોજભાઇ બલબીરભાઇ થાપા ઉ.વ.૩૦ વાળાને શોધી ખાત્રી કરી અને મળી આવેલ બાળકી ઉ.વ.૫ વાળીને તેના વાલીને સોંપી આપેલ અને માતા પિતા તેની બાળકીને શોધતા હોય બાળકી મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો. આમ એક બાળકીને તેના માતા પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવી પોલીસ “SHE TEAM” ને સફળતા મળેલ છે.

Back to top button
error: Content is protected !!