GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મોડેલ સ્કૂલ મોટીબરારમાં 77માં ગણતંત્ર પર્વની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી.

 

MORBI મોરબી મોડેલ સ્કૂલ મોટીબરારમાં 77માં ગણતંત્ર પર્વની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી.

 

મોડેલ સ્કૂલ અને રત્નમણી પ્રાથમિક શાળા મોટીબરારના સંયુક્ત ઉપક્રમે તારીખ 26/01/2026 ના રોજ મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે એક રાષ્ટ્ર – એક સંકલ્પ, વિકસિત ભારતનું નિર્માણ તેમજ “વંદે માતરમ્” ના 150 વર્ષ રાષ્ટ્રીય થીમ અંતર્ગત 77માં પ્રજાસત્તાક પર્વની સન્માન ભેર ઉજવણી કરવામાં આવી. જેમા ગામની શિક્ષિત દીકરી ચાવડા સૃષ્ટિ ભાનુભાઈના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામા આવેલ. સાથે રાષ્ટ્રના હિતને સર્વોપરી ગણી સામાજિક જવાબદારીઓને નિભાવવી એ જ સાચી દેશભક્તિ છે. આ હેતુને સાર્થક કરવા મોટીબરાર ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો દ્વારા ગણેશ વંદના, ઇતિહાસ કા આઈના, મહાભારત, દેશભક્તિ ડાન્સ, મ્યુઝિકલ યોગા, સામાજિક સંદેશાઓની પુષ્ટિ કરતાં વિભિન્ન નાટકો જેવા કે માં-બાપને ભૂલશો નહીં, સ્વદેશી અપનાવો, વ્યસન મુક્તિ, આદિવાસી નૃત્ય, ઓપરેશન સિંદૂર તેમજ મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને વિવિધ સુંદર મજાની કૃતિઓ જેમકે ચારણ કન્યા શોર્ય ગીત, બેટી બચાવો, નારી શક્તિ ડ્રામા ડાન્સ, તલવાર રાસ તેમજ ભમો ભૂલકણો જેવા હાસ્ય નાટકોની સાથે નાના નાના ભૂલકાઓ દ્વારા બમ બમ બોલે, અકકર ચક્કર જેવી સુંદર મજાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તદ્દઉપરાંત શાળાના તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક તેમજ અન્ય ગામના રાજકીય, સામાજિક તેમજ ધાર્મિક અગ્રણીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો ભવ્ય કાર્યક્રમ નિહાળી મંત્રમુગ્ધ બની ગયા હતા. ગ્રામ્ય કક્ષાએ આવા ભવ્ય આયોજન બદલ મોડેલ શાળાના આચાર્ય બી. એન. વિડજા તેમજ સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ઉપસ્થિત મહેમાનો દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!