MORBI:મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ૭ દિવસમાં ૬૮ રખડતા ઢોર પકડી પાડયા
MORBI:મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ૭ દિવસમાં ૬૮ રખડતા ઢોર પકડી પાડયા
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ૧૬/૦૪/૨૦૨૫ થી ૨૨/૦૪/૨૦૨૫ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ ૬૮ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવેલ. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રી સમય દરમિયાન નવા ડેલા રોડ, તખ્તસિંહજી રોડ, મંગલ ભુવન ચોક, નગર દરવાજા અંદર, જુના બસ સ્ટેન્ડ રોડ, રવાપર રોડ, બાપાસીતારામ રોડ, ચકીયા હનુમાન, શનાળા રોડ, ઉમિયા સર્કલ, ભક્તિનગર સોસાયટી બાયપાસ, ગેંડા સર્કલ, લાલબાગ અંદર, સર્કિટ હાઉસ રોડ, ઉમા ટાઉનશીપ સામે, રોટરી નગર, ગાંધી ચોક, રેલ્વે સ્ટેશન રોડ, માધાપર ચોક, મચ્છી પીઠ, દાણાપીઠ દરવાજો, એ ડીવીઝન પોલીસ સ્ટેશન ની અંદર, ભવાની ચોક, વજેપર, કબીર ટેકરી, અવની ચોકડી જેવા વિવિધ વિસ્તારમાંથી પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવેલ.