GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતગર્ત દલવાડી સર્કલથી પંચાસર રોડ ઉપરના દબાણ દુર કરવા આવ્યા

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતગર્ત દલવાડી સર્કલથી પંચાસર રોડ ઉપરના દબાણ દુર કરવા આવ્યા

 

 

Oplus_16908288

મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે બાયપાસ રોડનો વારો લેવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનરની હાજરીમાં અહીં અંદાજે ૫૦ જેટલા દબાણો ઉપર જેસીબી ચલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Oplus_16908288

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રોડને દબાણ મુક્ત કરવા માટે દર બુધવારે વન વિક વન રોડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.જેમાં એક રોડ પસંદ કરી ત્યાં નડતરરૂપ દબાણો હટાવવામાં આવે છે. આજે આ ઝુંબેશ અંતર્ગત બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી પાંચાસર ચોકડી સુધીનો

રોડનો વારો લેવામાં આવ્યો છે. આજે સવારથી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેની આગેવાનીમાં મહાપાલિકાની ટિમે ડીમોલેશન શરૂ કરી દીધું છે. આ રોડ ઉપર દુકાનો અને હોટલો મળી કુલ ૫૦થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યુ કે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળના ૧૦ રોડ મહાપાલિકાને સોંપવામાં આવ્યા છે. તે પૈકીનો આ એક રોડ છે. આ તમામ રોડ ઉપર થોડા જ દિવસોમાં માર્કિંગની કામગીરી પૂર્ણ થઈ મેં સુધી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે.

Oplus_16908288

Back to top button
error: Content is protected !!