MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકાએ વિવિધ નિયમોના ભંગ બદલ રૂ.૫૪,૦૦૦ થી વધુનો દંડ વસુલ્યો
MORBI:મોરબી મહાનગરપાલિકાએ વિવિધ નિયમોના ભંગ બદલ રૂ.૫૪,૦૦૦ થી વધુનો દંડ વસુલ્યો
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં ગત તારીખ ૧૮/૦૨/૨૦૨૫ થી તારીખ ૨૫/૦૨/૨૦૨૫ દરમિયાન વિવિધ નિયમોના ભંગ બદલ રૂ.૫૪,૦૦૦ થી વધુ રકમના દંડ વસુલાતની કામગીરી કરી હતી.
જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ કુલ ૫૩ આસામીઓ પાસેથી રૂ.૩૨૦૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા જાહેર સ્થળો પર ગંદકી કરતા ૬૮ આસામીઓ પાસેથી રૂ.૧૮,૧૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ઓપન યુરીનેશન બદલ ૧૧ આસામીઓ પાસેથી રૂ.૧૨૫૦/- તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૧૦ આસામીઓ પાસેથી રૂ.૩૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ સીટી મેનેજરશ્રી, એસ.ડબલ્યુ.એમ., મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.