GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા ઊંઘતું રહ્યું અને મોરબી પોલીસ સ્ટાફ અકસ્માત અટકાવવા રોડ પરના ખાડા બુરવા લાગ્યા

MORBI:મોરબી મહાનગરપાલિકા ઊંઘતું રહ્યું અને મોરબી પોલીસ સ્ટાફ અકસ્માત અટકાવવા રોડ પરના ખાડા બુરવા લાગ્યા

 

 

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે લોકોના સપના ઉપર પણ પાણી ફરી વળ્યું છે. મોરબી શહેરીજનોને એમ હતું કે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનતા ની સાથે જ તમામ જાતની સુવિધાઓ જે પાયા ની સુવિધાઓ કહેવાય છે રોડ-રસ્તા, લાઈટ, પાણી, ગટર તમામ સુવિધાઓ તેમને મળવા લાગશે પરંતુ એ સપનું સપનું જ માત્ર રહ્યું મોરબી શહેરમાં કોઈ એવો રોડ નથી કે જેના ઉપર ખાડા ના હોય આ ખાડાઓ ના કારણે અવારનવાર અકસ્માતો થતા હોય છે. અને ઘણી વખત માનવ જિંદગી ત્યાં હારી પણ જતી હોય છે. ત્યારે મોરબી શહેરમાં શહેરીજનોનું રક્ષણ કરતી પોલીસ હવે શહેરીજનોના જીવ બચાવવા રોડ પરના ખાડાઓ પણ બુરવા લાગી છે જેના ઉપરથી ખરેખર મોરબી મહાનગરપાલિકા ઊંઘતું રહ્યું હોય તેવું નજરે પડે છે.
મોરબી વીસીપરા વિસ્તાર ના મુખ્ય માર્ગ પર થોડા વર્ષો પહેલા બનાવવામાં આવેલ સીસી રોડ ભ્રષ્ટાચારની ચાડી ખાતા છ જ માસમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયેલ તંત્રની બલિહારી એ છે કે ત્રણ વર્ષના લાયબિટી વાળા રોડનું સમારકામ પણ એજન્સી પાસે કરાવી ન શકે જેના કારણે આ રસ્તા ઉપર ચાલુ રાહદારીઓ માટે મુશ્કેલ બની ગયું છે આ જોતા મોરબી બી ડિવિઝનની હદમાં આવેલ વી.સી.પોલીસ ચોકીના જવાનોએ ખાડા પૂરવા માટે ટ્રેક્ટર મંગાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે આ રોડ પરથી પસાર થતાં નેતાઓને પણ કદાચ શરમ નહીં આવતી હોય તેમ છતાં પોલીસ જે લોકોનું રક્ષણ માટે છે તે હવે જીવ બચાવવાના પણ કામ કરવા લાગી છે.
આ ઘટના પરથી જોઈએ કે મોરબી મહાનગરપાલિકા જાગે છે અને મોરબીના અન્ય રોડ પર પડેલા ખાડાઓ તાત્કાલિક ધોરણે રીપેર કરે છે કે પછી કોઈના મોતની રાહ જોશે..

Back to top button
error: Content is protected !!