અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ભારતીય ઇન્ડિયન આર્મી અગ્નીવિર ટ્રેનિંગ પુર્ણ કરી વતને પરત ફળતા કુણોલ (વચલા મુવાડા )ના યુવકનું ભવ્ય સ્વાગત
કુનોલ (વચલા મુવાડા) ગામના ક્ષત્રીય રાજપૂત સમાજનું ગૌરવ એવા રાઠોડ પ્રવિણસિંહ લાલસિંહ એ ભારતીય ઇન્ડિયન આર્મી અગ્નીવિર ટ્રેનિંગ પુર્ણ કરી પોતાના માતરે વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ મોડાસા બાજકોટ ૫.પૂ. ધનગીરી બાવજીના દેવરાજધામ ના સાનિધ્યમાં પરિવાર સાથે દર્શન કર્યા હતા ત્યારબાદ લાલપુર ગામથી DJ ના તાલે વરઘોડા સાથે વચલા મુવાડા (કૂણોલ) ગામે આવ્યા હતા જ્યાં ફુલહાર કરી ફૂલો દ્વારા યુવાન ને ગામલોકો સ્વાગત કર્યું હતું માં-બાપ -તેમજ પરિવાર ના આશીર્વાદથી ગામનું નામ રોશન કર્યું હતું