GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સર્વાઇકલ કેન્સર (HPV) રસી માટે દત્તક લેવાયેલી 30 દીકરીઓને નો બીજો ડોઝ વિનામૂલ્યે અપાયો

 

MORBI મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સર્વાઇકલ કેન્સર (HPV) રસી માટે દત્તક લેવાયેલી 30 દીકરીઓને નો બીજો ડોઝ વિનામૂલ્યે અપાયો

 

 

મોરબી: મહિલા આરોગ્ય અને કેન્સર નિવારણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા 30 દીકરીઓને સર્વાઇકલ કેન્સર (HPV) રસીકરણ માટે દત્તક લેવામાં આવી હતી. આ અંતર્ગત 9 થી 14 વર્ષની તમામ 30 દીકરીઓને HPV રસીનો બીજો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવ્યો. અગાઉ આ દીકરીઓ ને પહેલો ડોઝ પણ ફ્રી માં સંસ્થા તરફ થી અપાયો હતો.

સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી દીકરીઓને ભવિષ્યમાં સુરક્ષા મળે તે માટે સોસાયટી દ્વારા પ્રથમ ડોઝ બાદ નિર્ધારિત સમયગાળા મુજબ બીજો ડોઝ પણ સફળતાપૂર્વક અપાયો. આ રસીકરણથી દીકરીઓના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

મુસ્કાન વેલ્ફેર સોસાયટી સંસ્થા એ જણાવ્યું હતું કે, દીકરીઓનું આરોગ્ય એ સમાજની સૌથી મોટી સંપત્તિ છે. સમયસરનું રસીકરણ અનેક ગંભીર બીમારીઓ સામે અસરકારક રક્ષણ પૂરું પાડે છે. તેથી દરેક વાલીએ પોતાની 9 થી 14 વર્ષની દીકરીઓના HPV રસીકરણ અંગે જાગૃત બની જરૂરી પગલાં લેવા જોઈએ.

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સેવા ક્ષેત્રે સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ સમાજહિતના આવા અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!